1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના 20 ટકા વાડી વિસ્તારમાં વાવાઝોડાના દોઢ મહિના બાદ હજુ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી

ભાવનગર: તૌકતે વાવાઝોડાના દોઢ મહિના બાદ પણ ભાવનગર  જિલ્લાના 20 ટકા વાડી વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. ખેતી વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં વીજ વિભાગ નિષ્ફળ નિવડયું છે. જિલ્લાના સિહોર તાલુકાના દસથી વધુ ગામોના વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ જોડાણ પુનઃ શરૂ નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વીજ પુરવઠો પુનઃ કાર્યરત […]

ભાવનગર- અમદાવાદ મુખ્ય હાઈવે પર નારી ચોકડી નજીક હેવી વાહનો માટે બંધ કરતા વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ  શહેરથી અમદાવાદને જોડતો શોર્ટરૂટ શહેરથી તદ્દન નજીકના અંતરે આવેલ નારી ગામ નજીક ક્ષતિગ્રસ્ત થતાં આ માર્ગ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે, અને સમગ્ર ટ્રાફિક ને જેમાં હેવી લોડેડ વાહનોને કુંભારવાડા તથા મેઈન બજાર ખારગેટ થી ડાઈવર્ટ કરવામાં આવ્યો છે પરંતુ ડાઈવર્ટ માર્ગ હેવી ટ્રાફિક વાહન માટે સક્ષમ ન હોવાનાં કારણે વાહન ચાલકોને ભારે […]

ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી, અરજદારોની વિગતો સાથેના આધાર ફોર્મનો ઢગલો કચરામાંથી મળ્યો

ભાવનગરઃ શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરામાં અરજદારોની સંપૂર્ણ વિગત સાથેના આધાર નોંધણી અને સુધારા ફોર્મ રેઢિયાળ ની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. જાહેરમાં પડેલા ફોર્મના ઢગલાં છતાં મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓને તે દેખાતા નથી. અનેક વખત ડેટા ચોરવા અને ડેટાનો ગેર ઉપયોગ કરી ફ્રોડ કરવાના બનાવો બનતા હોય છે. […]

ભાવનગરનું પિરમબેટ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝંખી રહ્યુ છે, પણ સરકારને રસ નથી

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે.સમુદ્રના કાંઠા વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવાની દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારની નજરમાં ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયા કિનારાના એકપણ સ્થળને પ્રવાસન તરીકે વિકસાવવાનું ધ્યાને આવ્યુ નથી. આ માટે જિલ્લાની રાજકીય ઇચ્છાશક્તિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પિરોટન, […]

ભાવનગરના અલંગ, ઘોઘા અને નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે

ભાવનગરઃ  જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ ટર્મિનલ, ભાવનગરના નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટીથી જોડવા માટેનું કેન્દ્ર સરકારે આયોજન ઘડ્યુ છે. બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, હયાત બંદરોને મોટા કરવા, વધારવા કે અસરકારક રીતે અને ટકાઉ રીતે એવી રીતે નવા […]

તારાપુર હાઈવે પર ભાવનગર જતી ઈકો કાર ટ્રક સાથે અથડાતાં એક બાળકી સહિત 10નાં મોત

નડિયાદઃ અકસ્માતો માટે જાણીતા તારાપુર હાઈવે પર વધુ એક ગોઝારો અકસ્માતે 10નો ભોગ લીધો છે. આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક આજે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં હતા. ઈકો કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]

ભાવનગરમાં પેટ્રોલ પંપમાં આગ લાગતા લોકો પોતાના વાહનો મુકીને ભાગ્યા

ભાવનગર: શહેરના ભરચક ગણાતા ભીડભંજન ચોક નજીક અને જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, અચાનક આગ લાગતાં પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનગરમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સત્ય નારાયણ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરવાનુ કામ ચાલુ હતું તે દરમિયાન પેટ્રોલ પંપના વચ્ચેના […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનોના ભંગાણ માટે સ્ક્રેપ યાર્ડની થશે સ્થાપના

ભાવનગર:  કોરોનાને લીધે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે. જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નથી ત્યારે અલંગનો શિપ બ્રેકિંગ અને તેના સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાલ કોરોનાના કેમોમાં ઘટાડો થતા ફરીવાર અલંગ ઉદ્યોગમાં ઘીમી ગતિએ કામકાજ ચાલું થયું છે. જિલ્લામાં અલંગમાં  શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોને કારણે દેશભરના સ્ટીલ […]

ભાવનગરનો અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ 45 દિવસથી બંધ હોવાથી કરોડોનું નુકશાન

ભાવનગર : કોરોનાને કારણે અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યુ છે.  ઓક્સિજનના પુરવઠાના વાંકે પાછલા 45 દિવસથી બંધ પડેલો અલંગનો શીપ બ્રાકિંગ ઉદ્યોગ હજુ તત્કાળ શરૂ થાય એવા કોઇ ચિહ્નો મળતા નથી. દિવસ-રાત ધમધમતો અલંગનો જહાજવાડો અને રિસાયક્લિગ બજારમાં સૂનકાર ભાસી રહ્યો છે. જહાજ કાપવા માટે એલપીજી અને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code