જુનાગઢમાં કાલે બુધવારથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભવનાથ મંદિર રોશનીથી શણગારાયું
જુનાગઢઃ ભવનાથ તળેટીમાં યોજાનારા શિવરાત્રીના મેળોનો શુભારંભ આવતીકાલે બુધવારથી થશે. લાખો ભાવિકોમાં મહાશિવરાત્રી ઉજવવા ભારે થનગનાટ છે, અને મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધીના રોડ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આવતી કાલે તા.15થી તા.18 સુધી ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાનારા મહા શિવરાત્રી મેળાને લીધે પોલીસ બંદોબસ્ત […]