1. Home
  2. Tag "Bhupendra Patel"

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]

જાપાનના હ્યોગો પ્રાંતની કંપનીઓએ ગુજરાતમાં વધુ રોકાણો કરવા પ્રત્યે ઉત્સુકતા દર્શાવી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની જાપાનની મુલાકાત દરમ્યાન કોબે ખાતે હ્યોગો(Hyogo) પ્રાંતના ગવર્નર શ્રી મોટોહિકો સૈટો સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ ગુજરાત અને જાપાન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં વ્યાપાર અને રોકાણો બાબતે ચર્ચા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં થયેલ અભૂતપૂર્વ વિકાસની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ […]

9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાનઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફિશરીઝ ડે‘ નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023‘ નો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતા. […]

ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના સુદ્રઢ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ તૈયાર કર્યોઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને […]

“વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ” હેઠળ અત્યાર સુધીમાં રૂ. 39503 કરોડના MoU થયાં

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે અને આ ૨૦ વર્ષ દરમિયાન એક લાખથી પણ વધુ MoU કરવામાં આવ્યા છે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યારસુધીમાં થયેલા MoUના ૭૧ ટકા અને વર્ષ ૨૦૧૯માં યોજાયેલી વાઇબ્રન્ટ […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024: મુંબઈમાં ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ […]

રાજ્યનું ઔદ્યોગિક ઉત્પાદન 20 વર્ષમાં 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડ સુધી પહોંચ્યુંઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ સાણંદ ખાતે માઇક્રોન’ના સેમિકંડક્ટર પ્લાન્ટના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના 90 દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ શક્યું છે. વડાપ્રધાનની સફળ અમેરિકા મુલાકાતને પરિણામે આજે સાણંદમાં માઈક્રોન કંપની દ્વારા સેમિકન્ડકટર ચીપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. તાજેતરમાં G20 સમિટના સફળ આયોજન […]

વિકસિત ભારતનું નિર્માણ આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત જીવન આપીને જ થઈ શકેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે 74માં વન મહોત્સવનો પંચમહાલનાં જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેંટ વન કવચ લોકાર્પણથી આપી છે. રાજ્યની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાને લઈ વૃક્ષોનાં વાવેતર દ્વારા  આવા વન કવચ વિકસાવવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પ્રેરણા આપેલી છે. આ સંદર્ભમાં રાજ્યનાં વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું 74માં […]

દિલ્હી-ગુજરાતમાં પૂરની તબાહી, શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એલજી સક્સેના સાથે કરી વાત … પરિસ્થિતિ વિશે માહિતી લીધી

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે યમુના નદીના જળસ્તર અંગે પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે ગુજરાતના […]

ગૃહમંત્રી શાહે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, રાજ્યમાં ઘણી જગ્યાએ પુરની સ્થિતિમાં શક્ય તમામ મદદની આપી ખાતરી

અમદાવાદઃ- છેલ્લા 3 દિવસથી ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ભઆરે વરસાદ ખાબકી ચૂક્યો છે જેને લઈને જૂનાગઢ સહીતના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે કેટલીક જગ્યાએ જનજીવન ખોરવાયું છે તો અમદાવાદ શહેરમાં પણ માત્ર એક દિવસ વરસાદ પડવાની સ્થિતિમાં ટ્રાફીકની સમસ્યા સર્જાય હતી તો નીચાણવાળા માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલને દેશના ગૃહમંત્રી શાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code