1. Home
  2. Tag "police"

નૈનીતાલમાં મુસાફરો ભરેલુ વાહન ખીણમાં ખાબક્યું, આઠ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ નૈનીતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચકોટ મોટર રોડ પર મોડી રાત્રે લગભગ એક પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. નૈનીતાલ નજીક ઉંડી […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3ના મોત

અમદાવાદઃ ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહેલી એમ્બ્યુલન્સને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં એમ્બ્યુલના ચાલક અને દર્દીના બે સંબંધીના મૃત્યુ થયાં હતા. ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાની હોસ્પિટલમાં સારવારહ લેતા દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જેથી દર્દીના સ્વજનો તેને એમ્બ્યુલન્સમાં લઈને […]

લોકસભાની ચૂંટણીને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ

પાલનપુરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ચૂંટણીમાં નાણા તેમજ દારૂ સહિત નશાકારક ચિજ-વસ્તુઓની હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે, અને ગુજરાત-રાજસ્થાનની સરહદ પરની ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સરહદ પરના ગામડાંના અંતરિયાળ માર્ગો પર પણ વોચ ગોઠવવામાં આવી છે. બનાસકાંઠામાં […]

હિટ એન્ડ રનઃ જૂનાગઢમાં કારે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જૂનાગઢમાં પૂરઝડપે પસાર થતી કારે મોટરસાઈકલને અડફેટે લેતા તેની ઉપર સવાર એક સગીર અને બે યુવાનોના કરૂણ મોત થયાં હતા. અકસ્માત બાદ કાર ચલાક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાટવાના […]

ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ જરૂરીઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી PSI, 48 હથિયારી PSI અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

ઉત્તરપ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 20 વ્યક્તિના મોત 

લખનૌઃ યુપીના કાસગંજ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પટિયાલી-દરિયાવગંજ રોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં તળાવમાં ખાબક્યું હતું. આ બનાવમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવારે અનેક શ્રદ્ધાળુઓ ડુબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં […]

મહારાષ્ટ્રઃ BJPના નેતા નિલેશ રાણેના કાફલા ઉપર ભારે પથ્થમારો, ભાજપા-શિવસેના(UTB)ના કાર્યકરો વચ્ચે અથડામણ

પૂણેઃ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં બીજેપી નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેના કાફલા પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે. પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભાજપ અને શિવસેના (UBT) કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. હંગામો એટલો વધી ગયો કે બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા […]

દિલ્હી: પેઇન્ટ ફેક્ટરીમાં ભિષણ આગ, 11 કામદારોના મોત

દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ 15 ફેબ્રુઆરી સાંજે 5.25 કલાકે લાગી હતી. આ ફેક્ટરીમાં થીનરના ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી આગ ઝડપથી સામેના ઘરો અને નજીકના નશા મુક્તિ કેન્દ્ર સુધી ફેલાઈ ગઈ હતી. […]

સુરતના પોલીસ કમિશનર તેમજ સાઉથ રેન્જના IGની જગ્યા ખાલી, સરકાર નિર્ણય લઈ શકતી નથી

સુરતઃ શહેરમાં પોલીસ કમિશનર અજય કૂમાર તોમર વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ તેમના સ્થાને કોઈનીય હજુ સુધી નિમણૂંક કરવામાં આવી નથી. તદઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ મહત્વની જગ્યા પર કાર્યદક્ષ અધિકારીઓની સત્વરે નિમણુંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code