1. Home
  2. Tag "police"

સાબરકાંઠામાં ખેલાયો ખુની ખેલઃ કૌટુંબિક તકરારમાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક-બે નહીં પરંતુ 3 વ્યક્તિઓની હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોશીના તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જીજણાટ ગામમાં રહેતો રમેશ ઉદાભાઈ […]

UPમાં ગુનેગારોને યોગીનો ડર, ભૂલ થયાનું લખાણ લખેલુ બોર્ડ ગળામાં ભરાવી પોલીસ સમક્ષ થયો હાજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસને છુટો દાર આપ્યો છે. બીજી તરફ પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક ગુનેગાર મુઝફ્ફરનગરમાં ગળામાં મારાથી ભૂલ થઈ ગઈ તેવુ લખાણ લખેલુ પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા ગુનેગારના બે સાથીદારોની મન્સુરપુર પોલીસે દુધાહેડી જોહરા માર્ગ પરથી […]

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

નવી મુંબઈઃ ગેરકાયદે વસવાટ કરતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

મુંબઈઃ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશ તથા અન્ય દેશના નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં નવી મુંબઈથી એટીએસની ટીમે ચાર જેટલા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લેવા હતા. તેમજ તેમને પરત તેમના દેશ મોકલી આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈમાં ગેરકાયદે રીતે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો […]

હિમાચલ પ્રદેશઃ પૂરઝડપે પસાર થતા શ્રમિકોને કારે અડફેટે લીધા, પાંચના મોત

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર કામ પર જઈ રહેલા મજૂરોને પૂરઝડપે પસાર થતી મોટરકારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. જ્યારે ચાર રાહદારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરમપુર ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી એક મજૂરની […]

રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

આણંદ, :: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી […]

નકલી PSI કૌભાંડ કેસમાં પોલીસે મયુર તડવીના રિમાન્ડ મેળવ્યાં, ચોંકાવનારા ખુલાસાની શકયતા

અમદાવાદઃ બોગસ દસ્તાવેજ ઊભા કરી ગાંધીનગર ખાતેની કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચી જનાર નકલી પીએસઆઇ મયુર તડવીના આઠ દિવસના રિમાન્ડ ગાંધીનગર કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે આગવી ઢબે મયુર તડવીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. નકલી દસ્તાવેજોના આધારે મયુર તડવીએ કરાઈ પોલીસ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો […]

સુરેન્દ્રનગરમાં 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ચાર લૂંટારુઓની ધરપકડ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક તાજેતરમાં થયેલી 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખીને ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ લૂંટના કેસમાં મધ્યપ્રદેશની કંજર ગેગના […]

વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ […]

બનાસકાંઠાના થરાદમાં સામાન્ય તકરારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

અમદાવાદઃ બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ ભારે જહેમત બાદ ટોળાને વિખેરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code