1. Home
  2. Tag "police"

મધ્યપ્રદેશ: મોરેનામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ધાણીફુટ ગોળીબાર, 6ના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેનામાં અંગત અદાવતમાં જે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન અંધાધૂત ગોળીબાર પણ થયો હોવાનું જાણવા મળે છે. આ હિંસક અથડામણમાં છ વ્યક્તિઓના મોતની આ શંકા વ્યક્ત કરવામાં આવી છે. બે પરિવાર વચ્ચે ચાલતી અંગત અદાલતમાં આ હિંસક અથડામણ થયાનું જાણવા મળે છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજા થઈ હતી. […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યની ટીમોને 185 ચેકપોસ્ટ ઉપર તકેદારી રાખવા નિર્દેશ

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ​​મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો, નોડલ પોલીસ અધિકારીઓ, CAPFના નોડલ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું […]

ગુજરાત પોલીસ વિભાગમાં 2023-24ના વર્ષમાં નવી 7000થી વધુ જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 7 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી વહન કરતી ગુજરાત પોલીસ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. રાજ્યના પોલીસ વિભાગમાં કુલ 96194નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જે પૈકી પોલીસ વિભાગમાં 22000 જેટલી પોસ્ટ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4132 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સોગંદનામું સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સરકારને સવાલ પૂછયો […]

ઉત્તરપ્રદેશઃ અતિક અહેમદની ઓફિસમાંથી લોહીના નિશાન અને ચાકુ મળ્યું

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને લોહીના ડાઘા અને ચાકુ મળી આવ્યા છે. આ સિવાય લોહીના ડાઘવાળા કપડાં પણ મળી આવ્યા છે. અતીકની ઓફિસમાંથી લોહીથી ખરડાયેલી બંગડીઓ પણ મળી આવી છે. મળતી માહિતી મુજબ માફિયા અતીક અહેમદની પ્રયાગરાજના ચાકિયામાં ઓફિસ છે. આ ઓફિસ ખંડેર હાલતમાં છે. યુપી પોલીસની ટીમ સોમવારે […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

અરવલ્લીઃ ફટાકડાના ટેસ્ટીંગ વખતે લાગી હતી ભિષણ આગ, બે વ્યક્તિઓ સામે મનુષ્ય વધનો ગુનો નોંધાયો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના અરવલ્લીના મોડાસા નજીક ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભિષણ આગની ઘટનામાં ચાર શ્રમિકો ભડથું થઈ ગયા હતા. દૂર્ઘટનામાં પોલીસે ગોડાઉનના માલિકની સામે બેદરકારીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તેને લઈને એફએસએલની મદદથી તપાસ શરુ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસામાં રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર […]

અતિક-અશરફ કેસમાં ત્રણેય શૂટર્સને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં, પોલીસે મેળવ્યાં રિમાન્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની સરાજાહેર 3 શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. હત્યા કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં હતા. અદાલતે તપાસનીશ એજન્સીની રજુઆતને ધ્યાનમાં રાખીને 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.માફિયા અતિક અહમદ અને અશરફ અહમદ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ સાથે પ્રયાગરાજ પોલીસ […]

પાકિસ્તાનમાં પ્રથમવાર ચીની નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધી પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો ઉપર અવાર-નવાર ઈશનિંદાના કેસ નોંધાય છે, જો કે, હવે પ્રથમવાર ચીનના નાગરિક સામે પાકિસ્તાનમાં ઈશનિંદાનો કેસ નોંધાયો છે. અગાઉ ધાર્મિક લાગણી દુભાવવા મામલે કટ્ટરપંથી ટોળાએ શ્રીલંકાના નાગરિકની પાકિસ્તાનમાં હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. હવે ચીનના એક ઉચ્ચ નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]

અતિક અને અશરફની હત્યા કરી ત્રણેય આરોપી ડોન બનવા માંગતા હતા

પ્રયાગરાજ, કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની મોડી રાતના હોસ્પિટલના સંકુલમાં જ ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરતા મચી ગયો છે. પોલીસે ત્રણેય હત્યારાઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓ અધિક અને અશરફને ઠાર માર્યા બાદ ડોન બનવા માંગતા હોવાનું ખુલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક અને તેના ભાઈ […]

બિહારમાં ફરીથી લઠ્ઠાકાંડઃ મોતિહારીમાં ઝેરી દારૂ પીધા બાદ 16 વ્યક્તિઓના મોત

પટણાઃ બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મોતિહારીના તુરકૌલિયા, હરસિદ્ધી અને પહારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, હજુ સુધી તેમના પીએમ કરવામાં આવ્યાં નથી. દરમિયાન વહીવટી તંત્રએ ડાયરિયાથી મોત થયાનો દાવો કર્યો હતો. દરમિયાન શનિવારે બપોર સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code