1. Home
  2. Tag "police"

અગરતલા રેલવે સ્ટેશન પરથી સાત બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા

નવી દિલ્હીઃ અગરતલા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની સંયુક્ત ટીમ દ્વારા બે અલગ-અલગ કેસમાં કુલ સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો અને બે દાણચોરોનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, ચાર બાંગ્લાદેશી નાગરિકો અને બે દાણચોરો ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ લોકો […]

નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ સાબદી બની, સઘન ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની હેરફેર અને નિયમોના ભંગને રોકવા પોલીસ સજ્જ થઈ છે. જામનગર જીલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોની પાલનાને સુનિશ્ચિત કરવા ચેકિંગ […]

સંભલમાં પોલીસ ઉપર થયેલા હુમલાના કેસનો સામનો કરતા સપાના સાંસદ બર્કને મળી ધમકી

સંભલઃ યુપીની સંભલ સંસદીય સીટના સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. સપા સાંસદના નિવાસસ્થાને કેરટેકર તરીકે કામ કરનાર કામીલે અજાણ્યા યુવકો સામે સાંસદ અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આરોપીઓ સાંસદના આવાસમાં ઘૂસી ગયા અને તેમને ધમકી […]

પુષ્પા-2: સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી

પુષ્પા-2 ફિલ્મના પ્રમોશનને લઈને સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગને લઈને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન હૈદરાબાદ પોલીસે ચેતવણી આપી હતી કે સંધ્યા થિયેટર નાસભાગની ઘટના વિશે ખોટી માહિતી ફેલાવનારા અથવા સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ચેતવણી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મારફતે આપી હતી. […]

ઉત્તરાખંડમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, ચારના મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ભીમતાલ-રાણીબાગ રોડ ઉપર આમદલી નજીકથી પસાર થતી બસાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરીને ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં મહિલા અને બાળક સહિત ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક […]

પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુન સામે નવી મુશ્કેલી, અભિનેતા પર પોલીસનું અપમાન કરવાનો આરોપ

અલ્લુ અર્જુનને જેટલી સફળતા પુષ્પા 2 ફિલ્મની રિલીઝ પછી મળી છે તેટલી જ તે વિવાદોમાં પણ રહ્યો છે. હવે અભિનેતા વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં કોંગ્રેસના નેતા તીનમાર મલ્લાનાએ પુષ્પા 2માં અલ્લુ પર પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે તે દ્રશ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે જ્યાં અલ્લુનું પાત્ર પુષ્પા રાજ […]

લખનૌ બેંક લૂંટ કેસના બે આરોપીઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

લૂંટારુઓ બેંકની દિવાલમાં બાખોરુ પાડીને અંદર પ્રવેશ્યા લૂંટારુઓએ 40 લોકર તોડીને કિંમતી મતાની આચરી લૂંટ લખનૌઃ લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં કથિત રીતે લૂંટમાં સામેલ બે ગુનેગારો લખનૌ અને ગાઝીપુર પોલીસ સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતા. પોલીસ સાથેની અથડામણમાં સોબિંદ કુમાર (ઉ.વ. 26) લખનૌમાં કિસાન પથ પાસે માર્યો ગયો હતો, જ્યારે સન્ની દયાલ […]

‘તેરા તુજકો અર્પણ’, મોરબીમાં પોલીસે ચોરાયેલા રૂ. 2 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાં

અમદાવાદઃ મોરબી જિલ્લાનાં હળવદ ખાતે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત હળવદ પોલીસ વિભાગ દ્વારા DySP સમીર સારડાનાં વરદ હસ્તે, ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલનાં મૂળ માલિકને મોબાઈલ પરત કરવામાં આવ્યાં. કુલ 2 લાખ 1 487નાં 09 જેટલા મોબાઈલ તેનાં મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા. ગુજરાત પોલીસે પ્રેરક કામગીરી અંગે જેતે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ […]

કર્ણાટકઃ પોલીસે ભાજપના નેતા સીટી રવિ પર હુમલાનો ગુનો નોંધ્યો હતો

બેંગ્લોરઃ ભારતીય જનતા પાર્ટી (BJP) કાઉન્સિલના સભ્ય સીટી રવિ પર 19 ડિસેમ્બરે સુવર્ણા સૌધા, બેલગવીમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે હિરેબાગેવાડી પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ સીટી રવિએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી લક્ષ્મી હેબ્બલકર વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યા બાદ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. […]

વડોદરામાં નજીક રાત્રે પૂરફાટ ઝડપે કાર રોડ પરથી ઉતરી તળાવમાં ખાબકતા એકનું મોત

• વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસેના તળાવમાં કાર ખાબકી • કારમાં સવાર એક યુવાન તરીને બહાર નીકળી ગયો • ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને કારને તળાવમાંથી બહાર કાઢી વડોદરાઃ શહેર નજીક ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે રોડ પર ગત મોડીરાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરીને નજીકના તળાવમાં ખાબકી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code