1. Home
  2. Tag "police"

સુરતઃ આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વર બતાવીને બે શખ્સોએ રૂ. 33 લાખની લૂંટ ચલાવી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રૂ. 33 લાખની લૂંટ ચલાવી હતી. લાખોની લૂંટ ચલાવીને લૂંટારૂઓ મોટરસાઈકલ લઈને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી […]

કરજણમાં ખનીજ ચોરીને લગતા ગુનાઓમાં 2 કરોડનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદઃ વડોદરામાં ખનીજોની બિન અધિકૃત હેરાફેરી અને ખનન અટકાવવા સતત જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાએ, પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ના સહયોગથી કરજણ તાલુકાના નારેશ્વર અને ઓઝ પાસે વાહન તેમજ વાહન ચાલક આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. આ […]

અમદાવાદઃ બાવળાની એક મીલમાં શેડ તૂટી પડતા 3 શ્રમિકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દિવાલ ધરાશાયી થવા સહિતની દૂર્ઘટનામાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ પંથકમાં આવેલા બાવળામાં એક મીલનો શેડ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ નજીક આવેલા બાવળામાં આવેલી ચોખાની એક મીલમાં શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક શેડ […]

જમ્મુ-કાશ્મીરઃ લશ્કર-એ-તૌયબાના બે હાઈબ્રિડ આતંકવાદી ઝડપાયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને સુરક્ષામાં વધારો કર્યો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પોલીસે બે હાઈબ્રિડ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

સાબરકાંઠાના ઈડરમાં ચંદન ચોરોનો ત્રાસ વધ્યોઃ ચંદનના 24થી વધારે વૃક્ષની ચોરી

અમદાવાદઃ ઉત્તરગુજરાતના સાબરકાંઠાના ચંદનના વૃક્ષોની ચોરીની ઘટના સામે આવી છે. ઈડરમાં ચારેક દિવસના સમયગાળામાં 24થી વધારે ચંદનના વૃક્ષ કાપીને અજાણ્યા શખ્સોએ ચંદનની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ઈડરમાં ચંદન ચોરોનો ઉપદ્રવ વધતા લોકોમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સારબકાંઠાના ઈડરમાં વર્ષોથી મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરે છે. […]

કચ્છના દરિયાકાંઠા જખૌથી એક વર્ષમાં બિનવારસી હાલતમાં ચરસના 1500 પેકેટ ઝડપાયા

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગે સીમાથી જોડાયેલું છે. દરમિયાન પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા નવા પેતરા અજમાવી રહ્યાં છે. તેમજ ગુજરાતનો દરિયાકાંઠા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયાનું મનાઈ રહ્યું છે. અવાર-નવાર દરિયા માર્ગે આવેલા ડ્રગ્સના જથ્થાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો.એક વર્ષના સમયગાળામાં પોલીસે કચ્છની સરહદ પાસેથી ચરસના […]

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]

કસાબને મારવાનું કામ ISI અને લશ્કર એ તૈયબાએ દાઉદ ગેંગને કામ સોંપ્યુ હતું, રાકેશ મારિયાના પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા અજમલ કસાબની હત્યા કરવા માટે આઈએસઆઈ અને લશ્કર એ તૈયબાએ દાઉદ ગેંગને કામ સોંપ્યું હતું. જો કે, મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરીને પગલે કસાબને જીવીત રાખવામાં સફળતા મળ્યું હતું. આ ઉપરાંત કસાબની ધરપકડ પછી તેને જીવતો કોર્ટમાં રજૂ કરવો એ કોઈ ઓછું પડકારજનક કામ નહોતું. તત્કાલિન […]

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code