ઉત્તરપ્રદેશઃ કાસગંજમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત
લખનૌઃ યુપીના કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત બદાઉન મૈનપુરી હાઈવે પર થયો હતો. દરિયાવગંજ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં આઠથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી રોહન પ્રમોદ બોત્રેના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં […]


