1. Home
  2. Tag "police"

બિહારઃ એમએલસીના અપક્ષ ઉમેદવાર ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો, એકનું મોત

નવી દિલ્હીઃ બિહારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દરમિયાન મોડી સિવાનના એમએલસીના અપક્ષ ઉમેદવાર રઈસ ખાન પર એકે 47 વડે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં એક બાઇક સવારનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આમાં રઈસ ખાનના બે સમર્થકોનો સમાવેશ થાય છે. રઈસ […]

CM યોગી-પોલીસનો ગુનેગારોમાં ખોફ: બળાત્કાર કેસના આરોપીનું દયાની વિનંતી સાથે આત્મસમર્પણ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર […]

ગાંધીનગર નજીક કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

અમદાવાદઃ ગાંધીનગરના ચિલોડા નજીક પૂર ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર હોટલ માલિક અને સગીરનું મોત થયું હતું. ટાયર ફાડતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી સગીર બાળકની લાશ બહાર કાઢી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સરગાસણ વિસ્તારમાં રહેતાં વિનોદભાઈ જયરામભાઈ પટેલ હોટલ […]

ગુજરાતમાં 75થી વધારે IPSની સામુહિક બદલી, નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP બનાવાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીની અટકળો વહેતી થઈ હતી. સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમવાર 70થી વધારે પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરાયાં હતા. એટલું જ નહીં 25થી વધારે ASP અને Dyspને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવતા પોલીસ બેડામાં તરેહ-તરેહની અટકળો […]

ઉત્તરપ્રદેશઃ બોર્ડની પરીક્ષાનું પેપર લીક કેસમાં 10 આરોપીઓની ધરપકડ

લખનૌઃ યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અંગ્રેજીનું પેપર લીક થવાના મામલામાં STFની કાર્યવાહી ચાલી રહી છે. પેપર લીક કેસમાં પોલીસે ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ ચૌહાણ ઉર્ફે મુલાયમ સહિત 10 લોકોની ધરપકડ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મુલાયમ પર ટેમ્પર પ્રૂફ પેકિંગ ખોલીને પેપર બહાર કાઢવાનો આરોપ છે. બીજી તરફ ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ […]

અમદાવાદમાં શંકાશીલ પતિએ રચ્યો ખુની ખેલ, ચાર હત્યા બાદ પાંચમી હત્યા કરે તે પહેલા ઝબ્બે

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં પરિણીતા, તેના બે સંતાનો સહિત ચાર વ્યક્તિઓની હત્યા કરનાર પતિ વિનોદને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ દીકરી-દીકરો અને વડસાસુની હત્યા કરી હતી. એટલું જ નહીં પત્નીના કહેવાતા પ્રેમીની હત્યા કરવા માટે વિનોદ પરત અમદાવાદ આવ્યો હતો જો કે, પાંચમી હત્યા કરે તે પહેલા જ પોલીસે […]

રાજસ્થાનઃ ચિત્તોડગઢમાંથી 3 આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયાં

નવી દિલ્હીઃ રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઝડપી લઈને તેમની પાસેથી મોતનો સામાન મળી આવ્યો હતો. આતંકવાદીઓ પાસે આરડીએક્સ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે ત્રણેય આતંકવાદીઓની અટકાયત કરીને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી […]

અમદાવાદઃ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી છે બીજી તરફ પોલીસ અને એનસીબીએ ડ્રગ્સના નેટવર્કને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન અમદાવાદના ગોમતીપુર રેલવે વોશિંગ યાર્ડ ખાતે પુરી-અમદાવાદ ટ્રેનના D2 કોચની પહેલી સીટ નીચેથી એક બિનવારસી બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે વોશિંગ […]

બિહારઃ દેશી બોમ્બને બાળકોએ બોલ સમજીને ઉઠાવ્યો અને અચાનક બ્લાસ્ટ થયો હતો, 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ બિહારમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. ઘર પાસે એક થેલીમાં બોમ્બ રાખવામાં આવ્યાં હતા. અહીં રમતા બાળકો બોલ સમજીને તેને ઉઠાવ્યો હતો અને રમવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અચાનક બોમ્બ બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. બાળકો સહિત સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના […]

રાજકોટઃ બોગસ ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ

રાજકોટઃ ભારતીય અર્થતંત્રને તોડી પાડવા માટે દેશ વિરોધી તત્વો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજકોટમાંથી નકલી નોટો છાપવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને બે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી લીધા હતા. જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં એક વ્યક્તિને બોગસ નોટો સાથે ઝડપી લીધો હતો. તેની તપાસમાં રાજકોટના શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે તપાસ આરંભીને આરોપીઓને રાજકોટમાંથી ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code