1. Home
  2. Tag "police"

જેતપુર: પાંચ બંધ મકાનના તાળા તૂટ્યા, ઘરનો સામાન પણ વેરવિખેર થયો

તસ્કરોએ 5 મકાનમાં કર્યા હાથ સાફ મકાનના તાળાં તોડી સામાન કર્યો વેરવિખેર સીસીટીવી કેમેરામાં કેદ થયા તસ્કરો રાજકોટ: સોરાષ્ટ્ર જાણે ગુનાખોરીનું હબ હોય તેમ ચોરી અને લૂંટના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આવામાં જેતપુરમાં ડોબરીયા વાડી પાસે તેજા કાળાના પ્લોટ વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ 5 મકાનના તાળાં તોડી સામાન વેરવિખેર કર્યો હતો. આમ, તસ્કરો સીસીટીવી […]

રાજસ્થાનઃ સગીરાની હત્યા કેસમાં આરોપીએ પોલીસને ચકમો આપવા ધારણ કર્યો યુવતીનો વેશ

ક્વોટા: સગીરાની હત્યાના આરોપીએ પોલીસને ચકમો આપવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે પકડાઈ ગયો. દ પોલીસને ચકમો આપવા માટે આરોપીએ યુવતીનો વેશ ધારણ કર્યો અને નયાપુરાથી હરિદ્વાર જતી બસમાં બેસીને ભાગી ગયો. પોલીસ બસ અને ટોલ પોઈન્ટ પર આરોપીને શોધતી રહી હતી પરંતુ યુવતીના વેશમાં આરોપીને પોલીસ ઓળખી શકી ન હતી. જો કે, પોલીસે […]

દિલ્હીમાં વેપારીની પત્નીએ અનૈતિક સંબંધમાં પ્રેમી સાથે મળી ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દૂધના વેપારીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતા. વેપારીને પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા તેમણે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવા કહ્યું હતું. જો કે, પરિણીતાએ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકવાને બદલે પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખવાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે હિન્દુ કાર્યકરની હત્યાના કેસમાં 3 આરોપીઓ ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતકના અંતિમ સંસ્કાર વખતે હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાં એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય ભાજપના નેતાઓએ આ હત્યાની નિંદા કરી છે અને તેમાં કેટલાક ઇસ્લામિક […]

બિહારઃ પોલીસે મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો અને કેદીના મૃતદેહને હાથકડી પહેરાવાઈ !

લખનૌઃ બિહારના હાજીપુરમાં જેલ તંત્રની અમાનવીય અને શર્મનાક ઘટના સામે આવી છે. જેલમાં કેદીનું મોત થયું હોવા છતા જેલ તંત્રએ મૃતક કેદીના હાથમાં હાથકડી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે હાજીપુર જેલ તંત્રની પોલ ખોલતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જેલતંત્ર સમગ્ર ઘટનામાં પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. જેલતંત્રએ […]

શું હિંદુ યુવાઓને ટાર્ગેટ કરવામાં આવે છે? પહેલા ગુજરાતમાં અને હવે કર્ણાટકમાં હત્યા

નવી દિલ્હીઃ ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક મુદ્દે પોસ્ટ કરનારા હિન્દુ યુવાન કિશન ભરવાડની સરાજાહેર ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી.ત્યાં હવે કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આમ કટ્ટરપંથીઓ હિન્દુ યુવાનોને નિશાન બનાવી રહ્યાં હોવાનું હિન્દુ સંગઠનો માની રહ્યાં છે. જેથી આવા […]

રાજકોટના પોલીસ કમિશનર સામે સીટના રિપોર્ટ બાદ પગલાં લેવાશેઃ ધારાસભ્ય ગોવિંદ પટેલ

રાજકોટઃ શહેરમાં પોલીસના કટકીકાંડએ ભારે ચર્ચા જગાવી હતી. સત્તાધારી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કર્યા બાદ સરકારે તાબડતોબ સીટની રચના કરી હતી. દરમિયાન શહેર  ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના આઠ જેટલા પીઆઈની બદલીઓ કરવામાં આવી હતી. સીટની તપાસ ચાલુ છે, પોલીસ કમિશનર સામે જ આક્ષેપો સાથની ઢગલાબંધ ફરિયાદો થઈ છે. ત્યારે સીટનો રિપોર્ટ […]

છત્તીસગઢઃ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, અનેક નક્સલવાદીઓના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત તાડોકી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટર દરમિયાન લગભગ એક કલાક સુધી બંને તરફથી ભારે ગોળીબાર થયાના સમાચાર છે. પોલીસ અધિક્ષક શલભ સિન્હાએ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસને કોસરોંડાના […]

ગ્રીષ્મા હત્યા કેસઃ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

યુવતીની સરાજેહાર છરાના ઘા મારી હત્યા કરાઈ હતી આરોપી યુવતીને ઘણા સમયથી પરેશાન કરતો હતો સમગ્ર કેસની તપાસ માટે સિટની કરાઈ રચના સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતા ગ્રીષ્મા હત્યા કેસમાં તપાસનીશ એજન્સીએ આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે તાજેતરમાં જ સરાજાહેર ગ્રીષ્માની હત્યા કર્યાં બાદ […]

મુંબઈઃ ગુનાખોરીમાં એક વર્ષમાં 26 ટકાનો વધારો, 64 હજારથી વધારે ગુના નોંધાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 2021માં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. કોવિડના કારણે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો નથી. મુંબઈ પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર, 2021માં મુંબઈ શહેરમાં કુલ 64656 ફોજદારી કેસ નોંધાયા હતા. અગાઉ 2020માં કુલ 51068 કેસ નોંધાયા હતા. મુંબઈ પોલીસ કમિશનર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code