1. Home
  2. Tag "water"

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

ભયંકર ગરમીમાં બોટલમાં રહેલા પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આ રહ્યું સોલ્યુશન

ઉનાળાની ગરમી તો વધી ગઈ પણ પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આના માટે પણ છે સોલ્યુશન ઉનાળાની ગરમીમાં કેટલાક લોકોને પાણી વધારે પ્રમાણમાં પીવાની આદત હોય છે, તે વાતમાં કોઈ ખોટું પણ નથી કારણ કે ઉનાળામાં ડિહાઈડ્રેશનના કેસ વધી જતા હોય છે તો તેનાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આવામાં વાત આવે કે […]

જામનગર શહેર અને જિલ્લાને ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ,

જામનગરઃ  શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પણ ગત ચોમાસામાં નોંધપાત્ર વરસાદ વરસતાં જિલ્લાના મોટા ભાગનાં જળાશયો છલોછલ થયાં હતાં. સારા ચોમાસાને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો હોવાને કારણે ચૂંટણીના વર્ષમાં તંત્રનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે. આગામી ચોમાસા સુધી જામનગર શહેર અને જિલ્લામાં ગામડાંને આપવા માટે પૂરતો […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]

ગુજરાતઃ 91.77 લાખ ઘર પૈકી 86.16 લાખ ઘરને નળ મારફતે પીવાનું પુરુ પડાય છે

અમદાવાદઃ જળ જીવન મિશન પહેલા ગુજરાતમાં દર વર્ષે એક થી દોઢ લાખ ઘરો નળથી જોડતા હતા, તે કોવિડની કપરી સ્થિતીમાં આંતરાષ્ટ્રીય બજારમાં પાઇપના ભાવો ખુબ જ વધવા છતા પણ વર્ષ 2020-21માં 10.94 લાખ, ચાલુ વર્ષમાં અત્યાર સુધી 9 લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કરેલ છે અને બાકી રહેતા 5.61 લાખ ઘરોને સપ્ટેમ્બર-2022 સુધીમાં જોડાણ આપી […]

ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળાનો પ્રારંભે તાપમાન વધતું જાય છે. સાથો સાથ ભાવનગર શહેરના નગરજનોને ઉનાળામાં પીવાના પાણી ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે શહેરમાં આ વર્ષે ઉનાળા  દરમિયાન પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત […]

‘નલ સે જલ’ યોજના અંતર્ગત ઉમરપાડાના ઉમરઝર ગામને 100 ટકા નળ જોડાણથી આવરી લેવાયું

અમદાવાદઃ “જળ એ જ જીવન છે”. શુદ્ધ જળ સંસાધનો એ માનવીને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે જ તેનો ભાવ સમજાય છે. રાજ્ય સરકારની  ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વાસ્મોના પ્રયાસોથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો પાણીના બાબતે સ્વાવલંબી બનવા તરફ આગળ વધી રહ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામે 100 ટકા […]

અમદાવાદમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય, મ્યુનિ.કોર્પો.એ કર્યું આયોજન

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભથી ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ઉનાળામાં શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે અમદાવાદીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સોમવારે મળેલી મ્યુનિ કોર્પોરેશનની વોટર કમિટીમાં ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક સમયે પાણીના […]

રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા

રાજકોટઃ ઉનાળાના આગમન ટાણે જ રાજકોટમાં પાવીના પાણી સમસ્યા ઊભી થઈ હતી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માગ કરી હતી. સરકારે ત્વરિત નિર્ણય લઈને નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવાનો નિર્ણય લીધો હતો. તેથી નર્મદાના પાણી આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પાણીની સમસ્યા હલ […]

સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોના તળિયા દેખાયાં, પાણીની સમસ્યાના એંધાણ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરો-નગરોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે, પાણીની સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે.  દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના 11 ડેમોના તળિયા દેખાઈ રહ્યાં છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન 15 ગામના લોકોએ ભેગા મળીને સુકાતા ડેમોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code