કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે
ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં તૈનાત સીમા સુરક્ષા દળની તરસ છીપાવવા માટે રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ઉચ્ચકક્ષાની સમિક્ષા હાથ ધરાઇ છે. આ સંદર્ભમાં સીમાદળની અગ્રિમ ચોકીઓને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાના આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આગામી દિવસોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોરવેલના પાણીને આરઓ દ્વારા શુદ્ધ કરીને સીમા દળના જવાનોને પૂરું પાડવામાં આવશે. […]


