1. Home
  2. Tag "Birthday"

ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરી પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંચત્રી મોદીએ X પર પોસ્ટમાં ટ્રમ્પને તેમના “મિત્ર” ગણાવ્યા અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પીએમ મોદીએ લખ્યું કે, “મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને […]

પ્રભાસનો જન્મ દિવસ, ફિલ્મ અભિનેતાનું સાચુ નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે

બાહુબલી ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં જાણીતો બનેલો સાઉથના સુપર સ્ટાર પ્રભાસ 23 ઓક્ટોબરે જન્મ દિવસ છે. અભિનેતા 44 વર્ષના થશે. આજે વિશ્વભરમાં પ્રભાસ તરીકે જાણીતા અભિનેતાનું સાચું નામ કંઈક અલગ છે. પ્રભાસ લોકપ્રિય ફિલ્મ નિર્માતા યુ. સૂર્યનારાયણ રાજુના પુત્ર છે. તેમનું સાચું નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. પ્રભાસે ફિલ્મ ‘સાહો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી […]

પરિણીતી ચોપડાનો જન્મ દિવસઃ વર્ષ 2011માં લેડીઝ વર્સીસ રિકી બહલથી બોલીવુડમાં કરી હતી એન્ટ્રી

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૈકીની એક પરિણીતી ચોપરાનો આજે તા. 22મી ઓક્ટોબરે જન્મ દિવસ છે. વર્ષ 2011માં લેડીઝ વર્સીસ રિકી બહલથી ફિલ્મ જગતમાં પગ મુકનાર અભિનેત્રી પરિણીતી ચોપડાને ખરી ઓળખ જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપુત સાથેની સુપરહિટ મુવી શુદ્ધ દેશી રોમાન્સથી મળી હતી. અભિનેત્રી પરિણીતી ચોપરા 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે સતત કામ કરી […]

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયા જીના જીવનભર ભારતની સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી. X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે, “મા ભારતીની સેવામાં જીવનપર્યત સમર્પિત રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા જીને તેમની જન્મજયંતિ પર સાદર પ્રણામ.”

જન્મદિવસ પર કેક કાપવી જોઈએ કે નહીં તે અંગે સનાતન ધર્મ શું કહે છે? જાણો…

દરેક વ્યક્તિને પોતાના ધર્મ, સભ્યતા અને સંસ્કૃતિ પર ગર્વ છે. પરંતુ તેમ છતાં લોકો પશ્ચિમી સંસ્કૃતિને પણ આડેધડ અપનાવી રહ્યા છે. જેમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આજકાલ લોકો પોતાના જન્મદિવસ પર મીણબત્તીઓ ઓલવીને કેક કાપે છે. પરંતુ સનાતન ધર્મમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે જન્મદિવસ કેક કાપીને ઉજવવો જોઈએ. કેક કાપીને જન્મદિવસની […]

જન્મદિને કેક ખાવાથી 5 વર્ષના બાળકનું મોત: માતા પિતાની હાલત ગંભીર

બેંગલોરઃ બેંગલોરમાં ભુવનેશ્વરી વિસ્તારમાં રહેતા પરિવારને કેક ખાવાથી ફૂડપોઈઝનીંગ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જેમાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. તેનાં માતા-પિતાની હાલત નાજુક છે. બંને KIMS હોસ્પિટલના આઈ સી યુમાં દાખલ છે. દંપતીની ઓળખ બલરાજ અને નાગલક્ષ્મી તરીકે થઈ છે. તેમના બાળકનું નામ ધીરજ હતું. બલરાજ સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે […]

પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યાં

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું: “દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કરનારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.”

ગુજરાતઃ PM મોદીને જન્મ દિવસ નિમિત્તે રાજ્યપાલ અને ભૂપેન્દ્ર પટેલે આપી વિશેષ ભેટ

અમદાવાદઃ ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.  ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ […]

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનએ દેશને નવી દિશા આપવાનું કામ કામ કર્યું હતુ, શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાના પોડિયમમાં ડો. રાધાકૃષ્ણનને જન્મજ્યંતિએ પુષ્પાંજલિ અપાઈ, શિક્ષકો આધૂનિક ભારતના ઘડવૈયા છેઃ અધ્યક્ષ ગાંધીનગરઃ ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ દેશના સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી દેશને નવી દિશા આપવાનું કામ રાષ્ટ્રપતિ હતા તે સમયે કર્યું હતું. આજે […]

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મ દિવસ, PM મોદીએ ટ્વીટ કરીને આપી શુભેચ્છા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 15 જુલાઈએ 62મો જન્મદિવસ છે. મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિને સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાની સમાધિ પર શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જળાભિષેક કર્યો હતો. તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code