1. Home
  2. Tag "bjp government"

દિલ્હીઃ ભાજપા સરકારનો અનોખો અંદાજ, ખીર ખવડાવી કરી બજેટની શરૂઆત

નવી દિલ્હીઃ દિલ્હીમાં બજેટ સત્રની શરૂઆત અનોખી રીતે કવામાં આવી છે. મંત્રી પ્રવેશ વર્માએ પોતાના હાથે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ખીર ખવડાવી. મુખ્યમંત્રીએ પ્રવેશ વર્મા અને અન્ય મંત્રીમંડળના સભ્યોને ખીર પીરસીને આ ખાસ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ દિલ્હી સરકાર માટે એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે, કારણ કે 27 વર્ષ પછી દિલ્હી સરકાર તેનું […]

ભાજપ સરકાર મોંઘવારી અટકાવવાને બદલે નફરત ફેલાવી રહી છેઃ અખિલેશ યાદવ

લખનૌઃ સમાજવાદી પાર્ટી (એસપી)ના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવાને બદલે દેશમાં નફરત ફેલાવવામાં લાગેલી છે. ભાજપ સરકારની ખોટી નીતિઓને કારણે મોંઘવારી સતત વધી રહી છે. જીડીપી સતત ઘટી રહ્યો છે. સામાન્ય જનતા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. ભાજપને સામાન્ય લોકોની સમસ્યાની ચિંતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર […]

હરિયાણાઃ નાયબ સિંહ સૈનીએ સીએમ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ […]

હરિયાણામાં હવે 15મીએ નહીં, 17મીએ નાયબ સૈની લેશે શપથ, PM મોદી રહેશે હાજર

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ જીત બાદ સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. એટલું જ નહીં સીએમ નાયબ સૈનીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નવી સરકારની શપથવિધિ સમારોહ 15મી ઓક્ટોબરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણાની નવી […]

ભાજપ સરકાર આતંકવાદને જમીનમાં દફન કરી દેશેઃ અમિત શાહ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સંબોધિ ચૂંટણી રેલી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ઉપર કર્યાં પ્રહાર રાજ્યમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત […]

લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લઘન કરી લોકતંત્ર નબળુ પાડવાનું કામ ભાજપે કર્યું છેઃ અભિષેક મનુ સંઘવી

અમદાવાદઃ   સુરતમાં તાજેતરની જીતને લોકતાંત્રિક નબળી પાડવાનું અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનું કામ ભાજપે કર્યું છે. નાણાં, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ ભાજપ કરી રહ્યો છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 417  ઉમેદવારોમાંથી એક ચતુર્થાંશ ઉમેદવારો અન્ય પક્ષોમાંથી પક્ષપલટો કરીને આવેલા છે. ભાજપ સરકાર સંસ્થાને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. અને શામ,  દામ,  દંડ, ભેદ નીતિ અપનાવી […]

રાજસ્થાનઃ ભાજપા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 22 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકારનું આજે શનિવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 12 કેબિનેટ, પાંચ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને પાંચ રાજ્યમંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા. આજે શપથગ્રહણ કરનારા 22 મંત્રીઓને આગામી દિવસોમાં ખાતાની વહેંચણી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનની ભાજપ સરકારના કેબિનેટ મંત્રી તરીકે કિરોડીલાલ મીણા, ગજેન્દ્ર સિંહ મીણા, રાજ્યવર્ધન સિંહ […]

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code