1. Home
  2. Tag "BJP"

સાબરકાંઠાના સહકારી આગેવાન વિપુલ પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સી.જે.ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતના વધુ એક રાજકીય આગેવાન પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાય તેવી શકયતા છે. સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જો કે, તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા […]

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટો આંચકો, ધારાસભ્ય સી. જે. ચાવડાએ “પંજો” છોડયો!

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ માટે એક સાંધેને તેર તૂટે આવી સ્થિતિ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. સી. જે. ચાવડા ભાજપમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. ચાવડા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા હતા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર છતાં […]

ED ની નોટિસ મામલે અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર હાજર થયા ન હતા. દરમિયાન સીએમ કેજરીવાલે આ સમન્સને ગેરકાનૂની અને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં બે વર્ષથી તપાસ ચાલી રહી છે પરંતુ તપાસમાં તેમને કંઈ મળ્યું નથી. સીએમ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, […]

દિલ્હી બન્યુ રામમયઃ આપ દ્વારા ઠેર-ઠેર સુંદરકાંડનું પઠન, ભાજપાએ મંદિરોની સફાઈ કરી

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દિલ્હીમાં હનુમાનજી ની એન્ટ્રી થઈ ગઈ હતી. એક તરફ આમ આદમી પાર્ટીએ દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ પાઠની જાહેરાત કરી છે. AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્ધાજએ પાર્ટી મુખ્યાલયથી માહિતી આપી હતી. બીજી તરફ ભાજપના નેતા મંદિર પરિસરની સફાઈ કરી રહ્યા છે. પક્ષ હોય […]

કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

આનંદ શુક્લ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં જ ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. લગભગ ત્રણ દાયકા સુધી ટેન્ટના મંદિરમાં રહેલા ભગવાન રામલલા પોતાના ભવ્ય પ્રસાદમાં જવાના છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય તો તેની મેળે ચાલુ રહેશે. અયોધ્યામાં આક્રમણખોર બાબરના સેનાપતિ મીર બાંકીનું કુકૃત્ય હતું કે બાબરી ઢાંચો ઉભો […]

કૉંગ્રેસના નેતા શશી થરુરને ભરોસો, લોકસભા ચૂંટણીમાં ભાજપને મળશે સૌથી વધુ બેઠકો!

કોઝિકોડ: આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તમામ પાર્ટીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરુરે ચૂંટણીઓને લઈને સૌથી મોટી વાત કરી દીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે સામે ઉમેદવાર રહી ચુકેલા થરુરે કહ્યુ છે કે આ ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. થરુરે કહ્યુ છે કે ભાજપ સૌથી […]

જિતનરામ માંઝીની રાજકીય આગાહી: નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી શક્યતા, 14 જાન્યુઆરી બાદ કંઈપણ થઈ શકે છે

નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. માંઝીનો દાવો છે કે નીતિશ કુમાર કોઈપણ સમયે પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે. […]

રામમંદિર નિર્માણનો તમામ ખર્ચ કરી રહી છે સરકાર, આ નાણાંથી મોંઘવારી રોકવી જોઈતી હતી: શિવપાલ

ઈટાવા: અયોધ્યામાં રામમંદિરને લઈને કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનારા યુપીના તત્કાલિન સીએમ મુલાયમસિંહ યાદવના ભાઈ અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલસિંહ યાદવે રામમંદિરને લઈને ચોંકાવનારી નિવેદનબાજી કરી છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે ભાજપ મંદિરના પ્રચારમાં લાગેલું છે અને તેનો સંપૂર્ણ ખર્ચ સરકારનો થઈ રહ્યો છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે જે નાણાંથી બેરોજગાર યુવાઓને […]

CBI અને EDનો ખોટી રીતે ભાજપ ઉપયોગ કરતી હોવાનો અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ઈડીના 3 સમન્સ મામલે જણાવ્યું હતું કે, ઈડીનું સમન્સ ગેરકાયે છે. લોકસભાની ચૂંટણી પહેલા તપાસ એજન્સીઓ ધરપકડ કરવા માંગે છે. દારુ કૌભાંડ આ શબ્દ છેલ્લા બે વર્ષમાં અનેકવાર સાંભળ્યો છે. બે વર્ષની તપાસમાં એક પણ જગ્યાએ એક પણ રુપિયો મળ્યો નથી. જો કૌભાંડ થયું હોય તો પૈસા ક્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code