1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હૈયેહૈયુ દળાય એવી ભીડ, પોલીસનો લાઠીચાર્જ
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હૈયેહૈયુ દળાય એવી ભીડ, પોલીસનો લાઠીચાર્જ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હૈયેહૈયુ દળાય એવી ભીડ, પોલીસનો લાઠીચાર્જ

0
Social Share

સુરત, 19 એપ્રિલ 2026: A huge crowd of commuters thronged Surat’s Udhna railway station ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતા તેમજ લગ્નગાળાની સીઝનને લીધે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ઉધનાથી બિહાર અને બંગાળ તરફ જવા માટે વધારાની 4 ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાઈ છે. પણ પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવામાં રેલવે અધિકારીઓને પરશેવો વળી ગયો છે. ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર પ્રવાસીઓની ભારે ભીડથી અફરાતફરી મચી ગઈ છે. પ્રવાસીઓ 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સુરત શહેરના ટેક્સટાઈલ સહિત ઉદ્યોગોમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના શ્રમિકો કામ કરે છે. આ શ્રમિકો ઉનાળાના વેકેશનમાં માદરે વતન જતા હોય છે. દર વખતે દીવાળી અને ઉનાળું વેકેશનમાં પ્રવાસીઓને ભારે ધસારો રહેતા હોય છે. લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં રેલવે તંત્ર નિષ્ફળ રહ્યું છે. ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલીક મહિલાઓ સાથે બાળકો હતા અને સ્થિતિ વણસતા તેઓ રડવા લાગ્યા હતા. માત્ર એટલું જ નહીં, મહિલાઓ અણીદાર બેરિકેડ કુદાવ્યા હતા. 8000થી વધુ મુસાફરોની સામે માત્ર બે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફર બેભાન થઈ ગયા હતા. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.  હાલમાં પણ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું  કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code