ગુજરાત સરકારે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પત્રો આપવા 2 વર્ષમાં 70.44 લાખનો ખર્ચ કર્યો
                    ગાંધીનગર  : ગુજરાતમાં  ધોરણ 10 અને 12ના બોર્ડના તમામ  વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે મુખ્યમંત્રી તરફથી શુભેચ્છા પત્ર પાઠવવામાં આવતા હોય છે.  છેલ્લા બે વર્ષમાં શુભેચ્છા પત્રો પાઠવવા પાછળ રૂપિયા 70.44 લાખનો ધૂમાડો કરાયો છે. ગુજરાત  વિધાનસભામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાના ડિસેમ્બર 2022ની સ્થિતિએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા પાછળ સરકારે કરેલા ખર્ચની માહિતી માગતા સરકારે લેખિત જવાબ આપ્યો હતો. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

