અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રાત્રે પથ્થરો ફેંકતા સાત વાહનોના કાચ તૂટ્યાં
આણંદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર રાત્રિના સમયે વાહનો પર પથ્થરમારાનો બનાવ બનતા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. […]