સિરક્રીકના સમુદ્રમાં બીએસએફ અને પાક. મરીનની બોટ નજીક આવી જતાં ચકમક ઝરી
ભુજ : કચ્છની ભારે સંવેદનશીલ સિરક્રીક સરહદે ભારતીય સીમા સુરક્ષા દળ અને પાકિસ્તાન મરિનની ચોકિયાત નૌકાઓ પેટ્રોલિંગ સમયે સામસામે આવી જતાં થોડા સમય માટે મામલો તંગ બની ગયો હતો. આ બનાવ બન્યાને સમર્થન આપતા સીમાદળના ગુજરાત ફ્રન્ટીયરના આઇજીએ હવે સ્થિતિ સામાન્ય હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના સંવેદનશીલ ગણાતી સિરક્રિક દરિયાઈ જળસીમાં પર […]