1. Home
  2. Tag "bullet train"

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 50 કિમી બ્રિજનું કામ પૂર્ણ, 180 કિ.મી રૂટ્સ પર પિલ્લર બની ગયા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટેના કોરિડોરનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રેલવેના મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યા છે. અને પીએમઓને રોજબરોજના કામનો રિપાર્ટ પણ મોકલવામાં આવી રહ્યો છે. અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ (બુલેટ ટ્રેન) રેલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપે ગુજરાતમાં 50.16 કિલોમીટર રૂટ […]

સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન 2026માં પૂર્ણ કરાશેઃ દર્શના જરદોશ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન વડોદરાની મુલાકાતે આવેલા રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે, સુરતથી બીલીમોરા વચ્ચે વર્ષ 2026માં ટ્રાયર રન પૂર્ણ કરી દેવાશે. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ આજે  વડોદરામાં યોજાયેલા રોજગાર મેળામાં રેલવેના નવનિયુક્ત કર્મચારીઓને […]

મોટા શહેરોમાં વંદે ભારત ટ્રેનની જેમ વંદે મેટ્રો દોડાવાશે, બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં દોડાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, રેલ્વે મંત્રીએ કહ્યું કે વિશ્વ ભારતને આશાવાદી દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે, કારણ કે તેમને માત્ર ભારત પાસેથી જ અપેક્ષાઓ છે. રેલવેને મળેલા બજેટના ખર્ચ કરવા અંગે તેમણે કહ્યું કે આ બજેટનો ઉપયોગ રેલવે સ્ટેશનોના વિકાસથી લઈને વંદે ભારત એક્સપ્રેસ, […]

વંદે ભારત એક્સપ્રેસે અમદાવાદથી મુંબઈ વચ્ચેની 491 કિમીની સફર 5.14 કલાકમાં પૂરી કરી

અમદાવાદ:રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે.ભારતીય રેલવેએ મુંબઈ-અમદાવાદ રૂટ પર સેમી-હાઈ સ્પીડ ઈન્ટરસિટી ટ્રેન એટલે કે વંદે ભારત એક્સપ્રેસ સફળતાપૂર્વક ચલાવી છે.અહેવાલ મુજબ, વંદે ભારત એક્સપ્રેસે અમદાવાદ-મુંબઈ વચ્ચે 5 કલાકની ટ્રાયલ રનમાં કોઈપણ સ્ટોપેજ વિના તેની મુસાફરી પૂર્ણ કરી હતી.આ એ જ રૂટ છે જેના પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે.ખાસ વાત એ […]

આત્મનિર્ભર ભારતઃ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ‘વંદે ભારત’ ટ્રેન ગતિ મામલે ‘બુલેટ ટ્રેન’ને ટક્કર આપશે

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં યુવાનો આધુનિક ટેકનોલોજીના આધારે નવી-નવી શોધ કરી રહ્યાં છે, દરમિયાન સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત ‘વંદે ભારત’ ટ્રેન બુલેટ ટ્રેનથી વધારે ઝડપથી દોડવા સક્ષમ હોવાનું જાણવા મળે છે. રેલવે બોર્ડના અધિકારીઓના મતે ‘બુલેટ ટ્રેન’ને શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 55.4 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે ‘વંદે ભારત’ આ ઝડપ માત્ર […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 75 કિ.મીનું પિયર વર્કનું કામ પૂર્ણ થયુઃ રેલવે મંત્રાલય

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં 86 કિમી ફાઉન્ડેશન વર્ક  અને 75 […]

સુરતના આંત્રોલીમાં બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન ડાયમંડ આકારનું બનાવાશે

સુરતઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામમાં હવે બુલેટની ગતિએ ઝડપ વધી રહી છે. કોરોનાને લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક સમયે ધીમો થયો હતો. પરંતુ છેલ્લા છ માસથી સમગ્ર પ્રોજેક્ટ વેગીલો બન્યો છે. રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશેએ સુરતમાં બનનારા ડાયમંડ આકારના બુલેટ ટ્રેનના સ્ટેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરીને સમગ્ર પ્રોજેક્ટ ગતિએ આગળ વધી રહ્યો છે તેની […]

બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએઃ સાબરમતી નદી પર બ્રીજ બનાવવાની કામગીરીનો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા બુલેટ ટ્રેનના કામમાં હવે બુલેટની ગતિ આવતી જાય છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનના સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે રેલવે સ્ટેશન, બ્રીજ વગેરેના કામનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના  સુભાષબ્રિજ  પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન સુરતમાં ઉભુ કરાશે

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરીને આપી માહિતી બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈસ્પીડ રેલની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન માટે 12 સ્ટેશન ઉભા કરવામાં […]

દેશમાં વર્ષ 2026માં પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થઈ જવાનો અંદાજ, અનેક રૂટ ઉપર હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન જોયું છે. મોદી સરકારના પહેલું રેલ બજેટ રજૂ કરતા વર્ષ 2014માં સદાનંદ ગૌડાએ બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી. તે સમયે સરકારે વર્ષ 2023માં બુલેટ ટ્રેન દોડતી થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે અને વધારેમાં વધારે સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code