દાંડી-નરથાણા રોડ પર કાર પલટી ખાઈને કેનાલમાં ખાબકી, પરિવારનો બચાવ
સુરત, 16 ફેબ્રુઆરી 2026: દાંડી-નરથાણ રોડ પર મધરાત બાદ પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડ પર આવેલી કાચી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં ઓછી પાણી હોવાથી કારમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો, કારના ચાલકે જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમે દોડી આવી હતી. […]


