1. Home
  2. Tag "caught"

રાજસ્થાનઃ નુપુર શર્માની હત્યા કરવા પાકિસ્તાનથી આવેલો કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના નેતા નુપુર શર્માને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ વિવાદ વધારે વકર્યો છે. એટલું જ નહીં નુપુર શર્માને સનર્થન કરનારા રાજસ્થાન કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન નુપુર શર્માની હત્યા કરવા માટે પાકિસ્તાનથી આવેલા ઘુસણખોરને ભારતીય સુરક્ષા એજન્સીઓએ […]

સુરત ક્રાઈમ બ્રાંચનું દીલધડક ઓપરેશન, ચોરી, લૂંટફાટ કરતી ચીકલીગર ગેન્ગને પોલીસે ફિલ્મીઢબે પકડી,

સુરતઃ જિલ્લાના બારડોલી નજીક મંગળવારે ચીકલીગર ગેંગના ચાર કુખ્યાત આરોપીને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કર્યુ હતું.  પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને  ચીકલીગર ગેંગને ઝડપી લીધી હતી. આ ગેન્ગનો આતંક સુરત સહિત આખા ગુજરાતમાં હતો.  ગેંગના શખસો એટલા ખૂંખાર છે કે, પોલીસ પર પણ ગાડી ચડાવી દેતા અચકાતા નથી. આજના દિલધડક ઓપરેશનમાં પોલીસ રોડ પર […]

કચ્છમાં ગાંધીધામ નજીક એક કંપનીના ગોદામમાંથી 10 લાખથી વધુ કિંમતનું બાયો ડીઝલ પકડાયું,

ગાંધીધામ :  ગુજરાતમાં ડીઝલની અછત અને વધુ ભાવને કારણે કેટલાક વાહન ચાલકો હલકી કક્ષાના બાયોડીઝલ તરફ વળ્યા છે. બાયોડીઝલ સસ્તુ મળતુ હોવાથી વધુ વેચાતુ હોવાથી બાયો ડીઝલ વેચવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. હાઈ-વે પર તો બાયો ડીઝલ વેચતા ઠેર ઠેર હાટડાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા એક કંપનીના […]

હાઈવે પર મધરાતે સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકોને લૂંટતી ગેન્ગના ચાર શખસો પકડાયા

વડોદરાઃ  હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકોને લૂંટતી ગેન્ગના ચાર સાગરિતોને પોલીસે દબોચી લીધા છે. શહેરના દુમાડથી કરજણ હાઈવે પર જવાના રોડ પર એક લૂંટારુ ટોળકી  છેલ્લાં કેટલાંક સમયથી સક્રિય થઈ હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ અનોખી હતી. આ ગેંગના સાગરીતો સ્ત્રીનો વેશ ધારણ કરીને ઝાડી-ઝાંખરાઓમાં છૂપાઈને બેસતા હતા. બાદમાં હાઈવે પરથી પસાર […]

અમદાવાદના સાબરમતીના કન્ટેનર ડેપોમાંથી DRIએ કરોડોનું 14.63 મેટ્રિક ટન રક્તચંદન પકડી પાડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં દેશના સૌથી મોટા ગણાતા બે બંદરો પર કરોડો રૂપિયાની આયાત- નિકાસનો કારોબાર થાય છે. છેલ્લા કેટલાય સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. દેશની સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયા પર બાજ નજર રાખી રહી છે. ત્યારે હવે લાલ ચંદન યાને રક્ત ચંદનની દાણચોરી માટે પણ ગુજરાત હબ બનતું જાય છે. વિદેશમાં રક્ત ચંદનની સારી માગ […]

કચ્છઃ મુંદ્રા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો ઝડપાયો

ચંદન ભરેલુ કન્ટેનર દુબઈ મોકલાવાનું હતુ 7 કરોડની કિંમતનું 14 ટન રક્તચંદન ઝડપાયુ અમદાવાદઃ કચ્છના મુંદ્રામાંથી એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈન પકડાવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પોર્ટમાં સીએફએસ કન્ટેનરમાંથી રક્ત ચંદનનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈની તપાસમાં રક્ત ચંદનનો જથ્થો મળ્યો હોવાનું ખૂલ્યું છે. આ રક્તચંદનની કિંમત સાત કરોડથી વધારે […]

કચ્છના હરામી નાળા નજીક બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને BSFએ ઝડપી લીધા

ભૂજઃ કચ્છ જિલ્લો પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલો છે. જેમાં હરામી નાળા નામે ઓળખાતો વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. અવાર-નવાર પાક માછીમારો કે ઘૂંસણખોરો હરામી નાળા સુધી આવી જતાં હોય છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓની આ વિસ્તારમાં બીએસએફનો સખત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અને બીએસએફના જવાનો રાત-દિવસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હોય છે. દરમિયાન બીએસએફે ભુજના […]

નવસારીથી પોસ્ટ પાર્સલ દ્વારા અમેરિકા મોકલાતું ડ્રગ્સ અમદાવામાંથી પકડાયુ,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી જુદા જુદા સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. ડ્રાગ્સ માફિયાઓ તેના પેડલરો દ્વારા અવનવી તરકીબો અજમાવીને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હોય છે. જેમાં પોસ્ટમાં કુરિયર દ્વારા અમેરિકા મોકલાતા ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચએ બાતમીને આધારે પોસ્ટ ઓફિસમાંથી પાર્સલની ચકાસણી કરીને નવસારીથી પાર્સલમાં પેક થઈને અમેરિકા જતો ડ્રગ્સનો […]

ઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા ખંખેરતો નકલી ટીટી રાજકોટથી ઝડપાયો

રાજકોટઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી આરટીઓ ઈન્સ્પેક્ટર, કે જુદા જુદા રૂપ ધારણ કરીને લોકોને ઠગવાના બનાવો બનતા હોય છે. હવે ટ્રેનમાં નકલી ટીટી બનીને મુસાફરો પાસેથી તોડ કરતો ઠગ પકડાયો છે. ઓખા-જયપુર ટ્રેનમાં બોગસ TTનો સ્વાંગ રચી વગર ટીકીટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી તોડ કરતા બોગસ TT ને રેલ્વે કર્મચારીની ઝપટે ચડી ગયા બાદ RPFના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code