1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત ક્રાઈમ બ્રાંચનું દીલધડક ઓપરેશન, ચોરી, લૂંટફાટ કરતી ચીકલીગર ગેન્ગને પોલીસે ફિલ્મીઢબે પકડી,
સુરત ક્રાઈમ બ્રાંચનું દીલધડક ઓપરેશન, ચોરી, લૂંટફાટ કરતી ચીકલીગર ગેન્ગને પોલીસે ફિલ્મીઢબે પકડી,

સુરત ક્રાઈમ બ્રાંચનું દીલધડક ઓપરેશન, ચોરી, લૂંટફાટ કરતી ચીકલીગર ગેન્ગને પોલીસે ફિલ્મીઢબે પકડી,

0
Social Share

સુરતઃ જિલ્લાના બારડોલી નજીક મંગળવારે ચીકલીગર ગેંગના ચાર કુખ્યાત આરોપીને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કર્યુ હતું.  પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને  ચીકલીગર ગેંગને ઝડપી લીધી હતી. આ ગેન્ગનો આતંક સુરત સહિત આખા ગુજરાતમાં હતો.  ગેંગના શખસો એટલા ખૂંખાર છે કે, પોલીસ પર પણ ગાડી ચડાવી દેતા અચકાતા નથી. આજના દિલધડક ઓપરેશનમાં પોલીસ રોડ પર દંડા લઈને ઊભી હતી ત્યારે આ ગેંગના ચાર કુખ્યાતને ઝડપી પાડવામાં સફળ મળી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ક્રાઈમ બ્રાંચે દિલધડક ઓપરેશન કરીને ખૂંખાર ચીકલીગર ગેન્ગને ઝડપી લીધી હતી. ગેન્ગના કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા હતા તો ય આરોપીઓ કારમાં ભાગવા લાગ્યા હતા અંતે જેસીબી રોડ પર આડું નાખી બે શખ્સને દબોચી લેવાયા હતા.ગુજરાતભરમાં ચોરી અને લૂંટમાં ચીકલીગર ગેંગે આતંક મચાવ્યો હતો. પોલીસના નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગના આરોપીઓ સરળતાથી પકડાતા નથી. તેને પકડવા વિશેષ વ્યવસ્થાઓ પોલીસે કરવી પડતી હોય છે

સુરત ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળતા બારડોલી નજીક આરોપીઓને પકડવા એક ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને બાતમી હતી કે, બે કારમાં આરોપીઓ નીકળવાના છે. જેથી રોડ પર જ વોચ ગોઠવી હતી. આ દરમિયાન દૂરથી પહેલા આરોપીની ઈકો કાર અને તેની પાછળ બોલેરો પિકઅપ કાર આવતી દેખાતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો જોકે ઇકો કાર હંકારી આરોપીએ ભાગવા પ્રયત્ન કરતા ધોકા લઈને એક બે નહીં પણ 12 જેટલા પોલીસકર્મી તૂટી પડ્યા હતા છતાં પણ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ગેંગના સાગરીતોથી પોલીસ પુરી રીતે વાકેફ હોય જ્યાં વોચ રાખી હતી તેનાથી થોડે આગળ જ જેસીબી રોડ ઉપર આડું રાખી દીધું હતું. જેથી આરોપી કાર લઈ પસાર થઈ શક્યો નહોતો અને કાર જેસીબી સાથે અથડાવી દીધી હતી ત્યાં જ દોડી આવેલા ક્રાઈમ બ્રાંચના જવાનોએ આરોપીઓને કારમાંથી દબોચી લીધા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે ચીકલીગર ગેંગના આ બે શખ્સોને પકડવા પોલીસે અગાઉથી પ્લાન બનાવી વોચ ગોઠવેલી હતી. પોલીસે રસ્તાની વચ્ચે જેસીબી રાખી મૂક્યું હતું. સાદા કપડાંમાં પોલીસ જવાનો સ્થળ પર હાજર હતા અને ગેંગ દેખાતા જ તાંડવ શરૂ થયું હતું. આ આખું ઓપરેશન વીડિયોમાં કેદ થયું છે. ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કારની ચોરી કરતા હતા અને એ જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ગેન્ગના પકડાયેલા શખસો વાહનચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. આ ગેંગમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સાગરીતો જોડાયેલા  છે. અગાઉ 3 મહિના પહેલાં રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાયો હતો જે 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code