1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવસારીથી પોસ્ટ પાર્સલ દ્વારા અમેરિકા મોકલાતું ડ્રગ્સ અમદાવામાંથી પકડાયુ,
નવસારીથી પોસ્ટ પાર્સલ દ્વારા અમેરિકા મોકલાતું ડ્રગ્સ અમદાવામાંથી પકડાયુ,

નવસારીથી પોસ્ટ પાર્સલ દ્વારા અમેરિકા મોકલાતું ડ્રગ્સ અમદાવામાંથી પકડાયુ,

0

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી જુદા જુદા સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. ડ્રાગ્સ માફિયાઓ તેના પેડલરો દ્વારા અવનવી તરકીબો અજમાવીને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હોય છે. જેમાં પોસ્ટમાં કુરિયર દ્વારા અમેરિકા મોકલાતા ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચએ બાતમીને આધારે પોસ્ટ ઓફિસમાંથી પાર્સલની ચકાસણી કરીને નવસારીથી પાર્સલમાં પેક થઈને અમેરિકા જતો ડ્રગ્સનો રૂપિયા અઢી કરોડનો જથ્થો પકડાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચએ વિદેશ મોકલાતા ડ્રગ્સના રેકેટનો પડદાફાશ કર્યો હતો. નવસારીમાં પોસ્ટ મારફતે અમેરિકા મોકલાઈ રહેલું અઢી કરોડની કિંમતનું કેટામાઇન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સ પકડી પાડ્યો હતો.. આ ડ્રગ્સ મોકલનાર રાજસ્થાનના પુષ્કરના એક શખ્સની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, બાતમીને આધારે કોસ્મેટિક્સ, મરીમસાલા કપડાં વગેરેની આડમાં પુષ્કરથી વાયા નવસારી પોસ્ટ ઓફિસ મારફતે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનો જથ્થો અમેરિકા મોકલાઈ રહ્યો હતો. બાતમીને પગલે પોસ્ટના કસ્ટમ વિભાગની સાથે રહીને ક્રાઈમ બ્રાંચે આ પાર્સલ અટકાવી દીધું હતું. ત્યાર બાદ શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ ખોલતાં તેમાંથી કોસ્મેટિક્સ, મરીમસાલા, કપડાંની વચ્ચે ચૂર્ણના બે પ્લાસ્ટિકના ડબા મળી આવ્યા હતા, જેમાંથી 590 ગ્રામ સફેદ સ્ફટિકમય પદાર્થ પાઉડર સ્વરૂપમાં મળી આવ્યો હતો.પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતું આ ડ્રગ પાર્ટીમાં યુવતીઓને કોલ્ડ્રિંક્સમાં કે અન્ય પીણામાં ભેળવી આપી દેવાય છે. ઉપરાંત તેનો ઉપયોગ ઓપરેશન વખતે દર્દીને બેભાન કરવા તેમ જ પેઇન રિલીફ માટે પણ થાય છે. તેના વારંવાર ઉપયોગથી ડબલ વિઝન, હાઈ કે લો બ્લડપ્રેસર થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતા કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ નામનુ ડ્રગ સ્મેકની જેમ ભૂંગળીથી નાક દ્રારા તેમજ એલ્યુમિનિયમ ફોઈલ પર ગરમ કરીને ધુમાડા વાટે લેવામાં આવે છે. યુવાનો પાર્ટીમાં યુવતીઓને કોલ્ડ્રીંકસમાં કે અન્ય પીણામાં ભેળવીને નશાની હાલતમાં તેમનો દુરપયોગ કરતા હોય છે. આ ઉપરાંત કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ નો ઉપયોગ ઓપરેશન વખતે દર્દીને બેભાન કરવા તેમજ પેઈન રીલીફ માટે થાય છે. આ ડ્રગ્સની આડઅસરમાં લેનારની હ્રદયની ગતિ વધી જાય છે અથવા ઘટી જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code