ગુજરાતના પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્કનું કેન્દ્રિય મંત્રી અમિત શાહે કર્યું ઉદઘાટન
અમદાવાદ, 17 મે 2026 : Gujarat’s first IGBC Platinum Rated SEZ IT Park કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે રવિવારે ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મિલિયન માઈન્ડ ટેક પાર્ક અને ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે તેના માટેના મોટા વિઝનને સફળ કરવા જઇ રહ્યા છીએ. અનેક રાજ્યો ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધ્યા છે. ઉદ્યોગોનું ખૂબ મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત જેવું ક્યાંય નથી. મેન્યુફેક્ચરીગ, ગ્રીન એનર્જી, રોકાણ વગેરે ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે.
શાહે કહ્યું કે, 1100 કરોડના ખર્ચે પાર્ક બનાવવામાં આવ્યું છે. 9000 પ્રોફેશનલ માટે આ ટેક પાર્કમાં થવાનું છે. પહેલા મે પિયુષ ગોયલને જવાનું કહ્યું હતું પરંતુ જ્યારે શેખર પટેલે મને બધું બતાવ્યું અને ખાસ કરીને ત્રાગડમાં બન્યું છે ત્યારે મેં આવવા કહ્યું હતું. વર્ષ 1997માં ત્રાગડમાં પહેલા કઈ જ નહોતું. આજે મે ત્રાગડ જોઈ ખૂબ જ આનંદ થયો છે. આ પ્રથમ ફેઝ છે. કુલ 7 ફેઝમાં બનવાના છે. આગામી પાંચ વર્ષમાં અહીંયા 63,000થી વધુ નોકરીની તકો ઊભી થવાની છે. જો ટાઉન પ્લાનિંગ સારું ન હોય તો શહેર સારું બને નહી. 30,000 સ્ક્વેર ફિટમાં બનેલા ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 300 છોકરાઓ અભ્યાસ કરશે. 100 એકરમાં સંપૂર્ણ રીતે બની જશે ત્યારે ખૂબ સારી બાબત છે.
તેમને વધુમાં કહ્યું કે, ખૂબ મોડી શરૂઆત છે પરંતુ સારી બાબત છે કે શરૂઆત થઈ ચૂકી છે. AI અને ડીપ ટેક ભવિષ્યની અર્થ વ્યવસ્થા છે. આપણે ઘણા ક્ષેત્રોમાં પાછળ હતા. આજે દરેક ક્ષેત્રમાં ફાઉન્ડર બન્યું છે. ભવિષ્યમાં ટેક પાર્ક આગળ વધશે. હાઈ ટેક યુથ આપણી પાસે છે. આ બંને પ્રકલ્પ ક્ષેત્રમાં ગુજરાતને આગળ વધારવામાં મોટો ભાગ ભજવશે


