1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે બનાવો ટેસ્ટી હરાભરા ચણા પાલક સબ્જી, જાણો રેસીપી
ઘરે બનાવો ટેસ્ટી હરાભરા ચણા પાલક સબ્જી, જાણો રેસીપી

ઘરે બનાવો ટેસ્ટી હરાભરા ચણા પાલક સબ્જી, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 18 મે 2026: Harabhara Chana Palak Sabji તમે હરાભરા કબાબ, હરાભરા પુલાવનું નામ સાંભળ્યું હશે અને ટ્રાય પણ કર્યું હશે પરંતુ શું તમે ક્યારેય હરાભરા ચણા પાલકનો સ્વાદ માણ્યો છે? જે ખુબજ ટેસ્ટી અને બને છે, હેલ્થ માટે પણ ગુણકારી માનવામાં આવે છે, કારણ કે પાલકમાં રહેલ વિટામિન કે, આયર્ન અને ચણામાં રહેલ પ્રોટીન, ફાઈબર શરીરને મળી રહે છે.

હરાભરા ચણા પાલક ઓછા સમયમાં બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો બાળકો પાલક ન ખાતા હોય તો એ લોકો પણ ખાતા થઇ જશે, અહીં જાણો હરાભરા ચણા પાલક સબ્જી રેસીપી

ચણા પાલક રેસીપી

સામગ્રી

1 કપ બાફેલા ચણા (ચણા)

2 કપ બારીક સમારેલી પાલક

1 મધ્યમ બારીક સમારેલી ડુંગળી

1-2 સમારેલી લીલા મરચાં

1 ચમચી સમારેલી આદુ-લસણ

½ ચમચી જીરું

¼ ચમચી હળદર

1 ચમચી ધાણા પાવડર

2 ચમચી લાલ મરચાં પાવડર (સ્વાદ મુજબ)

½ ચમચી ગરમ મસાલો

સ્વાદ મુજબ મીઠું

2 ચમચી તેલ

લીંબુનો રસ

ચણા પાલક સબ્જી બનાવવની રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. જીરું ઉમેરો, તેને ચડવા દો. ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો, પ્રોપર કુક થઇ જાય ત્યાં સુધી કુક કરો.

ટામેટાં, હળદર, મરચાં પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો. તેલ અલગ થાય ત્યાં સુધી કુક કરો.

બાફેલા ચણા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 3-4 મિનિટ કુક કરો.

સમારેલી પાલક ઉમેરો. હલાવો અને 3-5 મિનિટ માટે ઢાંકીને રાખો.

ગરમ મસાલો અને જો તમને ગમે તો લીંબુ નીચોવીને ઉમેરો અને સબ્જી પરાઠા સાથે સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code