1. Home
  2. Tag "cbi"

સાયબર આરોપીઓ ઉપર CBIની કાર્યવાહી, કેટલાક રાજ્યોમાં દરોડા પાડીને 26ને ઝડપી લેવાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઇએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગુનેગારોમાં પૂણેનાં 10, હૈદરાબાદના 5 અને વિશાખાપટ્ટનમમાં 11નો સમાવેશ […]

કોલકાતાઃ મહિલા તબીબ કેસના આરોપી સંજ્ય રાયનો નાર્કો ટેસ્ટ કરાવાશે

સીબીઆઈને કોર્ટમાંથી મળી મંજુરી બનાવમાં આરોપીની સંડોવણી અંગે થશે ખાતરી નવી દિલ્હીઃ સીબીઆઈ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની […]

કેજરિવાલના મનમાં આબકારી નિતિને મામલે પહેલાથી જ ખાનગીકરણનો વિચાર હતોઃ CBI

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તાજેતરમાં એક પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં જણાવ્યું છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આ નીતિ ઘડવા અને અમલીકરણ સંબંધિત ગુનાહિત કાવતરામાં સામેલ હતા”. સીબીઆઈએ આ કેસમાં પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરીને તેની તપાસ પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે. તેમણે […]

ભારતઃ ઈન્ટરપોલે એક વર્ષમાં ભાગેડુઓ સામે 100 રેડ કોર્નર નોટિસ જારી કરી

10મી ઈન્ટરપોલ લાયઝન ઓફિસર કોન્ફરન્સ યોજાઈ 2024માં 19 વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવાયાં નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદે જણાવ્યું હતું કે ઇન્ટરપોલે 2023માં ભારતની વિનંતી પર 100 રેડ નોટિસ જારી કરી હતી, જે એક વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. ઉપરાંત, વિશ્વભરના પોલીસ દળોને તેમના અધિકારક્ષેત્રમાં ભાગેડુઓને અટકાયતમાં લેવા માટે કહેવામાં […]

કોલકાતા કેસઃ સીબીઆઈને આરોપી સામે મજબુત પુરાવા મળ્યાં

હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં આરોપી થયો હતો કેદ સીબીઆઈની તપાસમાં આરોપીએ કરી ગુનાની કબુલાત કોલકાતાઃ આરજી કાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસનો મુખ્ય આરોપી સંજય રોય ઈયરફોન સાથે ક્રાઇમ સીન પર જોવા મળ્યો હતો. આ અંગેના સીસીટીવી ફુજેટ સીબીઆઈને મળી આવ્યાં હતા. સંજય રોયના આ ફૂટેજ સેમિનાર રૂમની નજીકના છે. આરોપીના ગળામાં […]

સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડ પણ ભૂતકાળમાં સુઈ ગયા હતા

હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં હજુ ભયનો માહોલ સુપ્રીમ કોર્ટે પોલીસની કામગીરીને લઈને કર્યાં સવાલો નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબીબની હત્યા કેસની હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડએ જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલોમાં સામાન્ય રીતે કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરકારી હોસ્પટલમાં ગયા હતા. હું ખુદ સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર […]

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યા કેસની CBIએ શરૂ કરી તપાસ

મેડિકલ-ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી નવેસરથી ફરિયાદ નોંધાઈ હાઈકોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. CBIએ નવી FIR નોંધી છે. તેને જોતા દિલ્હીથી સીબીઆઈની એક ટીમ આ કેસની તપાસ માટે કોલકાતા પહોંચી હતી. CBIએ […]

પ.બંગાળ મહિલા તબીબ હત્યા કેસની તપાસ હવે CBI કરશે

હાઈકોર્ટે કેસની તપાસનો કર્યો આદેશ બુધવાર સવાર સુધીમાં તમામ દસ્તાવેજ CBIને સોંપવા પોલીસને નિર્દેશ કોલકાતા: હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ કર્યો છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા મામલે પશ્ચિમ બંગાળ સરકારને આડેહાથ […]

પ્રયાગરાજ રેલ્વે ભરતી બોર્ડના DGCE પેપર લીક કેસમાં CBIના અનેક સ્થળો ઉપર દરોડા

લખનૌઃ પ્રયાગરાજ રેલ્વે ભરતી બોર્ડના ડીજીસીઇ (સામાન્ય વિભાગ સ્પર્ધાત્મક પરીક્ષા) પેપર લીક કેસમાં સીબીઆઈએ રાજસ્થાન અને યુપીમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમોએ રાજસ્થાનના પ્રયાગરાજ, નોઈડા, અલીગઢ, મથુરા, ચિત્રકૂટ અને જયપુર, ભરતપુર, કરૌલી, અલવર, સવાઈ માધોપુરમાં દરોડા પાડીને દસ્તાવેજો રિકવર કર્યા છે. રેલવે બોર્ડના ડેપ્યુટી વિજિલન્સ અનિલ કુમાર મીણાની ફરિયાદ પર, CBI લખનૌની ભ્રષ્ટાચાર […]

NEET પેપર લીક કેસમાં CBIએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કથિત NEET-UG પરીક્ષા પેપર લીક કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 13 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવનંદન કુમાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code