1. Home
  2. Tag "Chakkajam"

વડોદરામાં સમા જંકશન બંધ કરાતા હરણી સર્કલ પર ચક્કાજામની સ્થિતિ

સમા તળાવ જંકશન બ્રિજની કામગીરીને લીધે બે વર્ષ બંધ રહેશે, મોટાભાગનાં વાહનો દુમાડ ચોકડીને બદલે ગોલ્ડન ચોકડી તરફથી શહેરમાં પ્રવેશે છે, ટ્રાફિક જામને લીધે વાહનોની એક કિમી સુધી લાઈનો લાગે છે વડોદરાઃ શહેરમાં વસતી સાછે વાહનોની સંખ્યા પણ વધી છે. એટલે સમા તળાવ જંકશન પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તેના લીધે જંકશન તરફનો માર્ગ […]

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોએ કર્યો ચક્કાજામ, કલેક્ટરની કાર રોકીને સૂત્રોચ્ચાર કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરના નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. નગરપાલિકામાં 300 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કર્મચારીઓ રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેને કાયમી કરવા સહિત અન્ય લાભો આપવાની માગણા સાથે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની રજૂઆત બાદ […]

અંજારમાં ટ્રેલરે સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા બાદ સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

ભૂજઃ અંજારમાં ટ્રેલરે સ્કૂટરસવાર બે યુવતીને અડફેટે લેતા  યુવતીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દરમિયાન આ અકસ્માતને લીધે આજુબાજુના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.  અને યોગેશ્વર ચોકડીની ચારેબાજુ વાહનોના ખડકલા થઈ ગયા હતા. વારંવાર થતા અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. અને ટ્રેલર સહિતના ભારે વાહનોમાંથી હવા કાઢી […]

ભરૂચ-દહેજ હાઈવે પર ઠેર ઠેર ખાડાંને લીધે સ્થાનિક લોકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ

ભરૂચઃ ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનવાથી લકઝરી બસો, અન્ય વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોને પડી રહેલી હાલાકી પડી રહી છે. આ અંગે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ રાકરણ ન કરાતા સ્થાનિક […]

દસાડા-લખતર વિસ્તારમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય સહિત ખેડૂતોએ માલવણ હાઈવે ચક્કાજામ કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ માલવણ […]

મંજુર થયેલા રોડનું કામ બે વર્ષથી શરૂ ન થતાં અમરેલી-બાબરા રોડ પર ચક્કાજામ, ધારાસભ્યની અટકાયત

અમરેલીઃ અમરેલી હાઈવેથી ગોંડલ રોડને જોડતો રસ્તો બે વર્ષથી મંજુર થયો હોવા છતાં હજુ કામ શરૂ કરાયું નથી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં રસ્તાનું કામ શરૂ ન થતાં ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને કોંગ્રેસના કાર્યકરો તેમજ ગ્રામજનોએ અમરેલી-બાબરા હાઈવે ચક્કાજામ કર્યો હતો. આ મામલે વીરજી ઠુમ્મર અને તેના કાર્યકર્તાઓની બાબરા પોલીસે અટકાયત […]

દેશમાં ખેડૂત આંદોલન બનશે વધુ ઉગ્ર, હાઈવે ચક્કાજામ કરવાની ચિમકી

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તેમજ સરકાર અને ખેડૂતો વચ્ચે અગાઉ બેઠક પણ મળી હતી જો કે, બેઠકમાં યોગ્ય નિર્ણય નહીં આવતા હવે ખેડૂતો આંદોલનને વધારે ઉગ્ર બનાવશે. તેમજ આવતીકાલથી હાઈવે જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો કૃષિ બિલના વિરોધમાં સોળેક દિવસથી દિલ્હી બોર્ડ ઉપર વિરોધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code