અમદાવાદના ચંડોળામાં ભંગારના ગોડાઉનમાં આગઃ ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી
                    અમદાવાદઃ શહેરમાં કડકડતી ઠંડીમાં વહેલી પરોઢે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે ભંગારનું ગોડાઉન […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

