સત્તા પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા સીરિયામાંથી ભારતે પોતાના 75 નાગરિકોને બહાર કાઢ્યા
નવી દિલ્હીઃ ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાં જમ્મુ અને કાશ્મીરના 44 યાત્રાળુઓનો સમાવેશ થાય છે જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે. […]