![સત્તા પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા સીરિયામાંથી ભારતે પોતાના 75 નાગરિકોને બહાર કાઢ્યા](https://www.revoi.in/wp-content/uploads/2024/12/siria.png)
સત્તા પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા સીરિયામાંથી ભારતે પોતાના 75 નાગરિકોને બહાર કાઢ્યા
નવી દિલ્હીઃ ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાં જમ્મુ અને કાશ્મીરના 44 યાત્રાળુઓનો સમાવેશ થાય છે જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા.
વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે.
મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સીરિયામાં ભારતીય નાગરિકોની વિનંતીઓ અને સુરક્ષા પરિસ્થિતિના મૂલ્યાંકનને પગલે દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસો દ્વારા સંકલિત સ્થળાંતરનો અમલ કરવામાં આવ્યો હતો.
મંત્રાલયે સીરિયામાં બાકી રહેલા ભારતીય નાગરિકોને ઇમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 (વોટ્સએપ પર પણ) અને ઈમેલ આઈડી (hoc[dot]damascus[at]mea[dot]gov[dot]in) પર સંપર્ક કરવા સલાહ આપી છે.