1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢ નવા ફોજદારી કાયદાઓ ટૂંક સમયમાં લાગુ કરીને એક આદર્શ રાજ્ય બનવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ સાથે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ ચર્ચામાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સાથે સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. […]

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી, વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ

બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના ઉસાર, જંગલા અને નેલ્સનાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 22 નક્સલીઓની ધરપકડ કરી છે. જિલ્લામાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનના ભાગ રૂપે, મંગળવારે ઉસૂર પોલીસ સ્ટેશનથી જિલ્લા દળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબ્રા બટાલિયનને પેટ્રોલિંગ પર મોકલવામાં […]

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલને 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં આરોપી બનાવાયા છે. 6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં 60 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં બધેલનું આવાસ, અમુક અમલદાર અને પોલીસ […]

છત્તીસગઢમાં 3 મહિનામાં 83 માઓવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 02 પ્લાટૂન સભ્યો, લશ્કરી સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ […]

છત્તીસગઢના છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ સુરક્ષા દળોએ છત્તીસગઢમાં 30થી વધારે નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં છે. બીજી તરફ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ત્યારે છત્તીસગઢમાં છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું […]

છત્તીસગઢઃ પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘર અને ઓફિસ પર મોડી રાત સુધી CBIએ કરી તપાસ

નવી દિલ્હીઃ સીબીઆઈ ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા પાડ્યા હતા. એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં બઘેલના ઘર સહિત ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ED બાદ હવે CBI એ પણ મહાદેવ બેટિંગ એપ કેસમાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી […]

છત્તીસગઢ: બીજાપુરમાં 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ બીજાપુરમાં સુરક્ષા દળોએ 30 નક્સલવાદીઓએ ઠાર માર્યાં હતા. ત્યારે હવે છત્તીસગઢમાં, બે મહિલાઓ સહિત બાવીસ માઓવાદીઓએ બીજાપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ અભિયાન વધુ તેજ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયાં

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, કિસ્તારામ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુકમા ડિસ્ટ્રિક્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code