1. Home
  2. Tag "Chief Minister"

ઓડિશાઃ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ […]

અરવિંદ કેજરિવાલને મળી મોટી રાહત, મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીમાં લીકર પોલીસ કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ સંકટની સ્થિતિ હોય તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે, કોર્ટ તેમાં દખલ નહીં કરે. […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]

સોનિયા ગાંધી પુત્ર રાહુલને વડાપ્રધાન અને લાલુ યાદવ પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે બિહારની રાજધાની પટનામાં આયોજીત એક મહાસંમેલનને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને આરજેડી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે જ્યારે લાલુ યાદવ તેમના પુત્ર (તેજશ્વી યાદવ)ને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બંનેને માત્ર પોતાના પરિવારની […]

PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચતા અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ, ગુજરાતના પોલીસ વડા, અમદાવાદના પોલીસ કમિશનર સહિત અધિકારીઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર રવાના થયા […]

ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટ અને ટ્રેડ શોના સ્થળની મુખ્યમંત્રીએ કરી સ્થળ સમીક્ષા

ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સોમવારે સ્થળ  મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ,વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો […]

મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સથી ‘વિકસિત ભારત યાત્રા’ના કર્મચારીઓ સાથે કર્યો સંવાદ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘેરબેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામેગામ વ્યાપક જનપ્રતિસાદ મેળવી […]

હેમંત સરકારના 4 વર્ષ પૂર્ણ,મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને આપી અનેક ભેટ

રાંચી:ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને વૃદ્ધાવસ્થા પેન્શન માટેની લાયકાતની ઉંમર 60 વર્ષથી ઘટાડીને 50 વર્ષ કરવાની અને રાજ્યમાં તેમની કચેરીઓ સ્થાપતી કંપનીઓમાં સ્થાનિક લોકો માટે 75 ટકા નોકરીઓ અનામત રાખવાની જાહેરાત કરી છે.સોરેને તેમની સરકારની ચોથી વર્ષગાંઠ પર આ જાહેરાત કરી છે. આ સાથે તેમણે યુવાનોને ફ્રી કોચિંગ આપવાની પણ જાહેરાત કરી હતી અને કેન્દ્ર […]

ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા,દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા હશે ડેપ્યુટી સીએમ

દિલ્હી: ભજન લાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ શપથ લીધા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ત્રણેય નેતાઓને શપથ લેવડાવ્યા હતા. જો કે આ ત્રણ નેતાઓ સિવાય અન્ય કોઈએ શપથ લીધા નથી. અગાઉ સમાચાર આવ્યા હતા કે સાંજ સુધીમાં કેટલાક કેબિનેટ સ્તરના મંત્રી બનાવવામાં […]

ધોલેરા SIR ના ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ્સિટી-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર કામોનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્‍વેસ્ટ્મેન્‍ટ રિજિયનની મુલાકાત લઇને આ ગ્રીનફિલ્ડ ઇન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટસિટીમાં નિર્માણાધિન ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર વર્ક અને અન્ય પ્રોજેક્ટ્સની ગતિવિધીઓ પ્રત્યક્ષ નિહાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરાને વર્લ્ડક્લાસ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું મોડલ બનાવવાનું જે વિઝન વિકસાવ્યું છે તેને અનુરૂપ સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં ઝડપથી વિકસાવાઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code