
અરૂણાચલપ્રદેશઃ બીજેપીના નેતા પેમા ખાંડુએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા પેમા ખાંડુએ આજે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુક્તો મતવિસ્તારના વિધાનસભ્ય પેમા ખાંડુને ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં રાજ્યપાલ કેટી પરનાયકે શપથ લેવડાવ્યા હતા. પેમા ખાંડુની સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
મુક્તો વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ખાંડુને રાજ્યપાલ કેટી પરનાઈકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓની હાજરીમાં શપથ લેવડાવ્યા હતા. ખાંડુની સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોની વિધાનસભામાં 46 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તા પર આવી છે.
દેશમાં લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અરૂણાચલપ્રદેશ અને ઓડિશામાં ભાજપની ભવ્યજીત થઈ હતી. જ્યારે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપીનો વિજ્ય થયો હતો. આંધ્રપ્રદેશમાં એનડીએની સરકારના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શપથ ગ્રહણ કર્યાં હતા. ગઈકાલે આયોજીત આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે ઓડિશામાં મોહન માઝી ભાજપના મુખ્યમંત્રી બન્યાં છે.