1. Home
  2. Tag "civil hospital"

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાધૂનિક નવ ઓપરેશન થિયેટર્સ તંત્રના વાંકે ધૂળ ખાય છે

અમદાવાદઃ રાજ્યમાં લોકોની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે પણ તંત્રની આળસ અને અનઆવડતને લીધે સરકારી યોજનાઓનો પુરતો લાભ લોકોને મળતો નથી. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 26 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યાં છે. ટ્રોમા સેન્ટરના ત્રણ, ચાર અને પાંચમા માળે આવેલાં ઓર્થોપેડિક, ઇએન્ડટી તેમજ સર્જરી વિભાગના 21માંથી […]

આણંદ વ્‍યાયામ શાળામાં સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં કરાશે ખાતમુહૂર્તઃ નીતિન પટેલ

અમદાવાદઃ રાજયના નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્‍પબધ્‍ધ હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં નારી શકિતના સન્‍માન અને તેમની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્‍યાણકારી પગલાં લીધાં છે. ગુજરાત સરકારે રાજયની મહિલાઓને સામર્થ્‍યવાન બનાવવા આર્થિક સશકિતકરણ માટે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ બનાવીને જે કામો કરવામાં આવ્‍યા છે તે […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલના 350થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ બે મહિનાના પગારથી વંચિત

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં 350થી વધુ વર્ગ-3ના કર્મચારીઓનો છેલ્લાં બે મહિનાથી પગાર થયો નથી, જેને કારણે આ કર્મચારીઓને બેન્ક લોન ભરવાથી લઇને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. કેટલાંક કર્મચારીએ ઉધાર નાણાં લેવાની ફરજ પડી છે. જો સરકાર પગાર નહીં થાય તો હડતાળ પાડવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે ક્યારેય ઓક્સિજનની અછત નહીં સર્જાય

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કરી દીધા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા જ સરકારે આગોતરૂ આયોજન કરીને કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી લીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ 5  નવા ઓક્સિજન પ્લાન્ટ  તૈયાર […]

અમદાવાદમાં કોરોના કાળમાં પણ 1003 લોકોએ દારૂની નવી પરમિટો લીધી, 723 પરમિટોને રિન્યુ કરાઈ

અમદાવાદઃ કોરોનાના કાળમાં અનેક ઉદ્યોગ-ધંધા બંધ હતા. અનેક લોકો વર્ક ટુ હોમ એટલે કે ઘેર બેસીને ઓફિસનું કામકાજ કરવાની ફરજ પડી હતી. જેમાં ડ્રાય સ્ટેટ ગણાતા ગાંધીજીના ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો હતો. છેલ્લાં ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યા બમણી થઈ છે. 2018થી જૂન-2021 સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી 3,108 નવી પરમિટ ઈસ્યુ થઈ […]

હવે કોરોના પીડિત દર્દીઓ હોસ્પિટલના બેડ ઉપર આરામ કરતા-કરતા મોટીવેશન પુસ્તકોનું કરશે વાંચન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓ પાસે વાત-ચીત કરનાર કોઈ ન હોવાથી તેઓ કંટાળી જાય છે તેમજ તેમના મગરમાં જેથી ખોટા વિચારો આવે છે. જેથી દર્દીઓને મોટીવેશન અને જ્ઞાન મળી રહે તે માટે કલામ સેન્ટર દ્વારા […]

અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના 7 કેસ આવ્યા સામે

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરતા ગુજરાતમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં વ્હાઈટ ફંગસના સાત કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે દરમિયાન બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે. સમગ્ર દેશમાં બ્લેક ફંગસના […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 447 દર્દીઓ છતાં 100 ઈન્જેક્શનો ફાળવાતા મુશ્કેલી

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન સાઈડ ઈફેક્ટની જેમ વકરતો મ્યુકોરમાઈકોસિસ દિવસેને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે. કોરોનામાં જે રીતે રેમડેસિવિયરની અછત સર્જાઈ હતી એ રીતે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછતે પણ માંઝા મૂકી છે. અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા હોસ્પિટલનું તંત્ર કફોડી સ્થિતિમાં મુકાયુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલમાં […]

રાજકોટમાં ભારે પવનને લીધે સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટી પડ્યો, પડધરીમાં વીજ પોલ ઘરાશાયી

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું આજે રાત્રે 8 વાગ્યે પોરબંદર, વેરાવળના સાગરકાંઠે ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરથી જ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ભારે પવનને કારણે મંડપ ઊડી ગયા હતા. પડધરી વિસ્તારમાં પણ ભારે પવનને કારણે અનેક વીજ પોલ ઘરાશાયી થયા હોવાના વાવડ મળ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. […]

અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 112 કેસ નોંધાયાઃ સિવિલમાં નવો વોર્ડ ઉભો કરાયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે.  શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code