1. Home
  2. Tag "Closed"

ગુજરાતમાં જીનીંગ મિલો પાસે કપાસનો સ્ટોક પુરો થતાં કામકાજ બંધ, હવે નવી સીઝનમાં મિલો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ખેડુતોને કપાસના ખૂબજ સારા ભાવ મળ્યા છે. એટલે ખેડુતોએ ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં વધારો કર્યો છે. ખેડૂતો મન મૂકીને કપાસ વાવી રહ્યા છે.  બીજી તરફ જિનીંગ મિલો પણ  કપાસની આવક બંધ થતા બંધ થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં કુલ મળીને 600 જેટલી જિનો આવેલી છે, એમાંથી માંડ 30-40 જિનો ચાલુ છે, […]

ગુજરાત સરકારની નીતિરીતિથી છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ

અમદાવાદ :  ગુજરાતમાં છેલ્લા એક-બે દાયકાથી ખાનગી શાળાઓમાં વધારો થયો જાય છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે. જેમાં મુખત્વે સરકારની નીતિરીતિ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 10  વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 […]

અંગ્રેજી માધ્યમનો વધતો ક્રેઝ, અમદાવાદમાં ગુજરાતી માધ્યમની વધુ 16 શાળાઓ બંધ થશે

અમદાવાદઃ અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બનતી જાય છે. રાજ્ય સરકારે પહેલા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કર્યો છે, પરંતુ વાલીઓમાં આજે પણ પોતાના બાળકોને ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અંગ્રેજી માધ્યમના વધતા મોહને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો બંધ થઇ છે. 2022માં ગુજરાતી માધ્યમની વધુ 16 સ્કૂલના […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 સરકારી પ્રાથમિક શાળાને ખંભાતી તાળાં લાગ્યાં

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા વધરાવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે સરકાર દ્વારા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ મર્જ કરવામાં પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો […]

ધોરાજીના પ્લાસ્ટિક રિસાઇકલના 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર કામદારો બેકાર બન્યાં

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન ઉદ્યોગ-જગતને સારી એવું સહન કરવું પડ્યુ છે. એમાં યે  છેલ્લા 2 વર્ષથી ઘણા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. દેશના પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરતા ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત કથળી ગઈ છે.  આ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારો પણ બેરોજગાર બની રહ્યા છે. ધોરાજીમાં પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી અનેક વિવિધ વસ્તુ […]

કેનેડાની ત્રણ ખાનગી કોલેજને તાળાં લાગતા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણીને ત્યાં જ સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ઘણાબધા વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. કોનેડામાં અભ્યાસપૂર્ણ કર્યા બાદ નોકરી મળી જતી હોય તેમજ પીઆર પણ મળી જતું હોવાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પણ કેનેડાની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા કોલેજોનું રેટિંગ, કોલેજ […]

ક્યાંથી ભણશે ગુજરાત ! , 10 વર્ષમાં ગ્રાન્ટેડ 1500 શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી સરકારી શાળાઓને મર્જ કરીને ખર્ચ ઘટાડવામાં આવી રહ્યો છે. જે શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સરકારી શાળાઓ બંધ કરીને વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં મોકલવામાં આવે છે. જ્યારે બીજીબાજુ ગ્રાન્ટેડ શાળાઓને પણ ખંભાતી તાળાં મારવામાં આવી રહ્યા છે.સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ મધ્યમ પરિવારોનુ સપનુ રગદોળાઈ રહ્યુ છે. ગુજરાતમાં ગ્રાન્ટના અભાવે ગ્રાન્ટેડ […]

સુરતના કાપડ ઉદ્યોગનો કપરો સમય, કાપડની મિલો અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રાખવી પડે છે

સુરતઃ કોરોનાના કાળમાં સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડની માગમાં ઘટાડો થતાં તેના કારણે મિલ માલિકોને સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જોવા મળી છે. દિવાળીના 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી […]

કોરોના મહામારીઃ બહુચરાજી મંદિર 31મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ ધાર્મિક સ્થળો ભક્તો બંધ રાખવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બહુચરાજી મંદિર તા. 31મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને પગલે અમદાવાદ સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. દરમિયાન વિવિધ મંદિરો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં છે. દરમિયાન મહેસાણાના […]

હરિયાણામાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજો 26મી જાન્યુઆરી સુધી રહેશે બંધ

દિલ્હીઃ હરિયાણામાં કોરોનાનાના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન શિક્ષણ પ્રધાન કંવર પાલ ગુર્જરે જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 26 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 12મી જાન્યુઆરી સુધી શાળાઓમાં શિયાળુ વેકેશન ચાલી રહ્યું છે. હરિયાણામાં કોરોનાની ત્રીજીમાં સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. માત્ર નવ દિવસમાં સંક્રમણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code