1. Home
  2. Tag "CM NITISH KUMAR"

હવે આ જન્મમાં તો હું ફરી ભાજપ સાથે જોડાણ નહી જ કરું : નીતિશ કુમાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને લાલુ અને કોંગ્રેસ સાથે મળીને ફરીથી સત્તાની બારડોર સંભાળી છે. ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ પટેલ દ્વારા વિપક્ષને એક કરવાના પ્રયાસોની સાથે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હુંકાર કર્યો છે કે, હવે આ જનમમાં તો હું ફરી ભાજપ […]

ગંભીર આરોપો બાદ કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય છીનવાયુ,હવે CM નીતિશે આ જવાબદારી સોંપી 

કાર્તિકેય સિંહ પાસેથી છીનવાયુ કાયદા મંત્રાલય હવે CM નીતિશે કાર્તિકેય સિંહને આ જવાબદારી સોંપી અપહરણનો મામલો – અનંત સિંહ સાથે મિત્રતા ભારે પડી   પટના :બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય પાછું લઈ લીધું છે. કાર્તિકેય સિંહ અનંત સિંહની નજીક માનવામાં આવે છે.કોર્ટે આરજેડી ધારાસભ્ય કાર્તિકેય સિંહ વિરુદ્ધ જૂના અપહરણ કેસમાં વોરંટ જારી […]

બિહારઃ સરકારી એન્જિનિયરના નિવાસ સ્થાન સહિતના સ્થળો ઉપર દરોડા, 5 કરોડની રોકડ મળી

પટનાઃ બિહારમાં સીબીઆઈ અને ઈડીના દરોડાની કાર્યવાહી બાદ હવે વિજિલન્સ ટીમે લાંચિયા સરકારી બાબુના નિવાસ સ્થળ અને ઓફિસ ઉપર દરોડા પાડ્યાં હતા. ગ્રામીણ વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અંગત સહાયક તથા અન્ય એક વ્યક્તિના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રૂ. 5 કરોડની કેશ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે વિજિલન્સની […]

બિહાર સરકારના મંત્રી મંડળનું વિસ્તરણઃ કેબિનેટ વિસ્તરણમાં આરજેડીનો દબદબો

પટનાઃ બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. નીતિશ કુમારેએ NDA છોડીને મહાગઠબંધન સાથે મળી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. નીતિશ પોતે મુખ્યમંત્રી હતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજી તરફ, સત્તાથી બહાર રહેલ ભાજપ હવે સીએમ નીતિશ કુમાર અને મહાગઠબંધન સરકાર પર આકરા પ્રહાર કરી […]

2024માં અમે રહીએ કે ના રહીએ પરંતુ 2014 વાળા નહીં રહેઃ નીતિશ કુમારે BJP ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો આવ્યો છે, નીતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યાં બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરજેડી સહિતના પક્ષોની મદદથી ફરીથી સરકાર બનાવી છે. નીતીશ કુમારે ફરી એકવાર બિહારના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ […]

બિહારઃ કોરોના મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થળો બંધ કરવાનો નિર્ણય

પટના: બિહારમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  નાઇટ કર્ફ્યુની સાથે સાથે ઘણા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કટોકટી વ્યવસ્થાપન જૂથની બેઠકમાં લેવાયેલા નિર્ણયો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આજથી એટલે કે 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે […]

બિહાર સરકારના 50 ટકા એટલે કે 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગન કલ્ચર વધ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય નેતાઓ અને મહાનુભાવો પોતાની સુરક્ષા માટે હથિયારના પરવાના મેળવે છે. દરમિયાન બિહાર સરકારના એક-બે નહીં પરંતુ 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના હોવાનું જાણવા મળે છે. સંપતિને લઈને કેબિનેટ મંત્રીઓએ જાહેર કરેલી વિગતોમાં હથિયારોને લઈને ખુલાસો થયો હોવાનું જાણવા મળે છે. મીડિયા […]

બિહારના CM નીતિશ કુમારની ઘોષણા, બિહારમાં થશે જાતિ આધારિત વસતી ગણતરી

કર્ણાટક બાદ હવે બિહાર સરકારે લીધો મહત્વનો નિર્ણય હવે બિહારમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે નવી દિલ્હી: કર્ણાટક બાદ હવે બિહારની સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. હવે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાણકારી આપી છે. જનતા દરબાર મુખ્યમંત્રી કાર્યક્રમ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે, અમે […]

બિહારના સીએમ નીતિશ કુમારે મંત્રી અને અધિકારીઓને દારૂ નહીં પીવાની શપથ લેવડાવી

દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી […]

PM મોદી સાથે નીતિશ કુમારની આગેવાનીમાં બિહારના મંત્રીઓની જાતિય જનગણના મુદ્દે યોજાઈ બેઠક

દિલ્હીઃ જાતિય જનગણનાની માંગને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં 10 પાર્ટીના 11 નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. બેઠક બાદ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, અમે જાતિય જનગણના પર પોતાની વાત રાખી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code