1. Home
  2. Tag "cm yogi"

ઉ.પ્ર.માં યોગી સરકાર 2.0માં 6 જિલ્લાના નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરવાની માંગણી

લખનૌઃ યુપીમાં ફરી એકવાર શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું છે. જેમાં લગભગ 12 જિલ્લાઓનો સમાવેશ થાય છે, પરંતુ હાલમાં 6 જિલ્લાઓથી શરૂઆત કરાશે. જે જિલ્લાઓના નામ બદલવાની માંગ કરવામાં આવી છે તેમાં અલીગઢથી હરિગઢ અથવા આર્યગઢ, ફર્રુખાબાદથી પંચાલ નગર, સુલતાનપુરથી કુશભવનપુર, બદાયુને વેદ મઉ, ફિરોઝાબાદથી ચંદ્ર નગર અને શાહજહાંપુરની જગ્યાએ શાજીપુર કરવાની […]

ઉત્તરપ્રદેશઃ DyCM સામાન્ય દર્દીની જેમ હોસ્પિટલ પહોંચ્યાં, અવ્યવસ્થા જોઈને થયા નારાજ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર વધારે એક્ટીવ બની છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સામાન્ય દર્દીની જેમ કેજીએમયુ પહોંચ્યાં હતા. જ્યારે અવ્યવસ્થા જોઈને તેઓ નારાજ થયાં હતા. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલમાં હોવાની જાણ થતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી અને તબીબી શિક્ષણ તથા આરોગ્ય પ્રધાન બ્રિજેશ પાઠકએ અધિકારીઓને ઠપકો આપીને વ્યવસ્થા સુધારવા માટે […]

CM યોગી-પોલીસનો ગુનેગારોમાં ખોફ: બળાત્કાર કેસના આરોપીનું દયાની વિનંતી સાથે આત્મસમર્પણ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 0.2માં મંત્રીમંડળને ખાતાની ફાળવણી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ યોગીએ ગૃહ, માહિતી સહિત 34 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને PWDની જગ્યાએ ગ્રામીણ વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. સેકન્ડ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકને આરોગ્ય વિભાગ મળ્યું છે. જિતિન પ્રસાદને આ વખતે કેશવ સાથે જાહેર બાંધકામ વિભાગ આપવામાં આવ્યું છે. […]

ઉત્તરપ્રદેશમાં BJPની જીતની ખુશીમાં મીઠાઈ વહેંચનાર મુસ્લિમ યુવાનની પડોશીઓએ કરી હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ફરીથી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથએ શપથ ગ્રહણ કર્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની ખુશીમાં બાબર આલમ નામના યુવાને મીઠાઈ વહેંચી હતી. તેમજ જય શ્રી રામના નારા પણ લગાવ્યાં હતા. જેથી નારાજ પડોશીઓએ તેને માર મારીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. […]

ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 75થી બેઠકો ઉપર વિજય મેળવશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરનારા યોગી આદિત્યનાથની કેબિનેટના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. કેશવ પ્રસાદ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિધાનસભાની ચૂંટણીમાં હારવા છતા પણ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં 75થી વધારે બેઠકો ઉપર જીતવાનો દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યોગી આદિત્યનાથી […]

ઉત્તરપ્રદેશમાં રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજનાને 3 મહિના સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં શપથ લીધા બાદ યોગી સરકારે 15 કરોડ રાશન કાર્ડ ધારકોને ભેટ આપતાં મફત રાશન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી છે. યોગીએ કહ્યું કે આ યોજના કોરોનાના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ગરીબોને મદદ કરવાનો છે. મફત રાશન યોજના પર લગભગ 3270 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમણે કહ્યું […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગી અને તેમના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો

લખનૌઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે સીએમ યોગી આદિત્યનાથએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ […]

ઉત્તરપ્રદેશઃ યોગી 2.0 સરકારમાં કેશવ મોર્ય અને ડો.દિનેશ શર્માને રિપીટ કરાશે ?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ, યોગી આદિત્યનાથ આવતીકાલે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. આ ઉપરાંત સંભવતઃ 45 મંત્રીઓ પણ શપથ લે તેવી શકયતા છે. યોગી આદિત્યનાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના કેબિનેટ માટેના નામોને અંતિમ રૂપ […]

ઉત્તરપ્રદેશઃ શપથવિધી સમારોહને લઈને ભાજપની તડામાર તૈયારીઓ, કાર્યકરોને અપાઈ મહત્વની સૂચનાઓ

લખનૌ: યુપીની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચે લખનૌના ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. નવી સરકારની રચના માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઈવેન્ટના 4 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ બીજેપીએ પોતાના કાર્યકર્તાઓ માટે સૂચના જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહના દિવસે રાજ્યભરના કાર્યકર્તાઓએ પૂજા કરવી જોઈએ. આ સાથે એવું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code