1. Home
  2. Tag "cm yogi"

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]

પ્રયાગરાજઃ કુંભ મેળાની તડામાર તૈયારીઓ, 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025 માં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાકુંભ મેળામાં લગભગ 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે અને સંગમથી મહાકુંભ સુધીની તમામ વિકાસ પ્રવૃત્તિઓ […]

CM યોગીના આદેશ પર સંભલમાં પોસ્ટર બહાર પડતાં જ વધુ 11 બદમાશોની ઓળખ બહાર આવી, કાર્યવાહી ચાલુ

સીએમ યોગીએ સંભલ હંગામાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 21 બદમાશોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારે તેમની ઓળખ જાહેર કરી અને તેમના ફોટા અને નામ જાહેર કર્યા. BNS, આર્મ્સ એક્ટ, CL એક્ટ, આર્મ્સ એક્ટ, CLA, પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ વગેરે હેઠળ દરેકની સામે ગંભીર કલમો લગાવવામાં […]

કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા […]

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

મુંબઈ આતંકવાદી હુમલાની વરસી: આતંકવાદને ખતમ કરવા માટે એકતા અને સંકલ્પ માટે સીએમ યોગીનું આહવાન

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદને ખતમ કરવા માટે એકતા અને સંકલ્પ માટે હાકલ કરી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલાની વરસી પર, મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે અમે ભારત માતાના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમણે તેમના જીવનનું બલિદાન […]

ઉત્તર પ્રદેશઃ ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 10 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. સીએમ યોગી સહિતના મહાનુભાવોએ સમગ્ર ઘટનાને લઈને દુખ વ્યક્ત કરીને પીડિત પરિવારનો શાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મોડી રાતે આગની […]

યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી

લખનૌઃ યુપી મદરેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યુપી મદરેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ BJPના સ્ટાર પ્રચારક PM મોદી 8 અને નીતિન ગટકરી 40 જેટલી સભાઓ ગજવશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પક્ષોનું ફોકસ ચૂંટણી પ્રચાર પર છે. શિવસેના શિંદે જૂથ સાથે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાની મજબૂત હાજરી સ્થાપિત કરવા પ્રચારનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા […]

પ્રયાગરાજ મહાકુંભમાં મદીરાપાન અને માંસાહાર કરનાર પોલીસ કર્મચારીઓને ફરજ નહીં સોપાય

લખનૌઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આ વખતે દારૂ પીનારા અને માંસાહારી ખોરાક લેતા પોલીસકર્મીઓને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ પર મૂકવામાં આવશે નહીં. ડીજીપી હેડક્વાર્ટરએ તમામ કમિશ્નરેટ અને રેન્જને પ્રયાગરાજ મોકલવામાં આવતા પોલીસ દળને લઈને આના પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. એવું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code