1. Home
  2. Tag "CM"

‘માતા-પિતા અથવા સાસરિયાં સાથે સમય વિતાવો…’, કર્મચારીઓને આ રાજ્યમાં તેમના પ્રિયજનો માટે રજાઓ મળશે; સરકાર તરફથી મોટી જાહેરાત

આસામ સરકારે તેના કર્મચારીઓ માટે નવેમ્બરમાં બે દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવની જાહેરાત કરી છે. આ રજા કર્મચારીઓને આપવામાં આવે છે જેથી તેઓ તેમના માતા-પિતા અથવા સાસરિયાઓ સાથે સમય વિતાવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ ગુરુવારે આ માહિતી આપી. તે કહે છે કે ખાસ રજાઓનો ઉપયોગ અંગત આનંદ માટે કરી શકાશે નહીં અને જેમના માતા-પિતા કે […]

ગુજરાતને દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા ‘ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં ક્વોલિટી એટલે કે, ગુણવત્તાયુક્ત સેવા-સુવિધાઓથી ગુજરાત અગ્રેસર રહેવા સજ્જ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણની પાયાની શરત ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ડિજીટલ ઇન્‍ડીયા, સ્ટાર્ટઅપ ઇન્‍ડીયા, મેઇક ઇન ઇન્‍ડીયા, સ્કીલ ઇન્‍ડીયા જેવા અભિયાનોને […]

થરાદના વડગામડા ખાતે રાત્રિ સભામાં લોકો સાથે સીધો સંવાદ કરીને મુખ્યમંત્રીએ લોકપ્રશ્નો સાંભળ્યા

પાલનપુરઃ ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના  પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા – ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા […]

ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા માધવીનું નિધન, સીએમ અને અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું  સવારે અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. માધવી રાજે ઘણા સમયથી બીમાર હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની તબિયત લથડી રહી હતી. દિલ્હીની AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માધવી રાજેએ સવારે અંતિમ શ્વાસ […]

નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ […]

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા

નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]

વડોદરામાં હોડી દુર્ઘટનાના કેસમાં કોઈને ય છોડવામાં નહીં આવેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ શહેરના  હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ વડોદરા પહોંચ્યા હતા. રાજ્ય સરકારે પણ આ ઘટનાની  ગંભીરતાથી નોંધ લીધી છે. અને જિલ્લા મેજિસ્ટ્રેટને દુર્ઘટનાની તપાસના આદેશ સોંપ્યા છે. આ સાથે તેમને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને પીડિતોની મુલાકાત લીધી હતી. […]

PM મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્રનું વિઝન પણ આપ્યું છેઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાનું પણ વિઝન આપ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આતંકવાદ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, મહિલાઓ સામેના અત્યાચાર, સામુહિક અપરાધ વગેરે સામે વડાપ્રધાનના નેતૃત્વમાં અપનાવાયેલી ઝિરો ટોલરન્સની પોલિસીથી દેશ સુરક્ષિતતા મહેસુસ કરે છે. મુખ્યમંત્રી ગાંધીનગર નજીકના લવાડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code