1. Home
  2. Tag "CM"

મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ યોજાશે, લોકો પ્રશ્નો મોકલી શકશે

ગાંધીનગરઃ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજય સરકાર તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત […]

દેશમાં ગુડ ગવર્નન્સ અને રોજગાર સર્જનમાં ગુજરાત પ્રથમ નંબરેઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ આંકમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે,  કોઈ પણ રાજ્ય- રાષ્ટ્રના વિકાસ માટે પાયાની શરત એ ગુડ ગવર્નન્સ છે. અને ગુજરાતે […]

ગુજરાત વ્યક્તિ કેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન સ્ટેટ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ ‘ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે’, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત ‘વિવિંગ […]

ગુજરાત સામાજિક અને આર્થિક વિકાસમાં દેશનું નેશનલ લીડર બન્યુ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા.10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં વધુને વધુ નવા મુડી રોકાણો આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે.  દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આયોજીત રોડ-શો દરમિયાન અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમિયાન […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે બુધવારે બે દિવસના દુબઈના પ્રવાસે જશે, ઉદ્યોગપતિઓને મળશે

ગાંધીનગરઃ દૂબઈમાં ચાલી રહેલા એક્સ્પોમાં ગુજરાત સરકાર પણ ભાગીદાર બની છે. અને વિદેશી ઉદ્યોગકારોને ગુજરાતમાં વધુને વધુ રોકાણો કરવા માટે આમંત્રણ આપવા અને રોડ શો યોજવા મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ  આવતી કાલ 8મી ડિસેમ્બરથી 2 દિવસના દુબઈ પ્રવાસે જશે.  મુખ્યમત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. દુબઈમાં યોજાનારા રોડ શો દરમિયાન ઉધોગ મંત્રી જગદીશ પંચાલ, મુખ્ય સચિવ […]

ગુજરાતમાં છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કટિબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.521 કરોડના 21 પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને રૂ.190 કરોડના ખર્ચે 13 જનહિતલક્ષી કાર્યોના ખાતમૂહુર્ત સહિત કુલ રૂ. 711 કરોડના વિકાસ કાર્યોની  નગરજનોને ભેટ અર્પણ કરી હતી.  લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુંબઈમાં મુડી રોકાણો માટે ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વાયબ્રન્ટ સમિટ 2022ની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. દેશ અને વિદેશમાં રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો યોજવામાં આવ્યાં છે. ત્યારે આજે ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ અન્વયે મુંબઈની મુલાકાત લીધી હતી. મુંબઈ પહોંચીને મુખ્યમંત્રીએ અગ્રણી ઉદ્યોગ જગતના માધાતાઓ સાથે મુલાકાત કરી હતી. વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કરાયો હતો.મુખ્યમંત્રીને ટાટા સન્સના […]

બિહારઃ વિધાનસભા પરિસરમાંથી દારૂની બોટલો મળી, તેજસ્વી યાદવે સીએમ પર કર્યાં પ્રહાર

મુખ્યમંત્રી ઓફિસ નજીકથી જ મળી દારૂની તેજસ્વી યાદવે સરકાર ઉપર કર્યા આકરા પ્રહાર આ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો પટણાઃ દારૂબંધી ધરાવતા બિહારમાં હવે વિધાનસભા પરિસરમાંથી દારૂની બોટલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા પરિસરમાંથી દારૂની કેટલીક બોટલો મળી હતી. આ મુદ્દે હવે બિહારમાં રાજકારણ શરૂ થયું છે.પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના ધારાસભ્ય તેજસ્વી […]

વાઈબ્રન્ટ સમિટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઈમાં રોડ શો યોજી, ઉદ્યોગપતિઓને મળશે

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ આગામી તા. 10મી જાન્યુઆરી 2022થી યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તમામ તૈયારીઓ પર જીણવટભર્યું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ વધુને વધુ રાકાણો આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશોમાં પણ અધિકારીઓ દ્વારા રોડ શો કરવામાં આવી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ગુરૂવારે દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો યોજશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જશે અને આવતી કાલે દિલ્હી ખાતે આયોજીત રોડ શોમાં હાજર રહેશે. ગુજરાત સરકાર દ્વારા દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022ના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિદેશ ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાં રોડ શોનું આયોજન કર્યું છે. રોડ શો ના કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code