1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કટિબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કટિબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કટિબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.521 કરોડના 21 પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને રૂ.190 કરોડના ખર્ચે 13 જનહિતલક્ષી કાર્યોના ખાતમૂહુર્ત સહિત કુલ રૂ. 711 કરોડના વિકાસ કાર્યોની  નગરજનોને ભેટ અર્પણ કરી હતી.  લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો અને ગામડાંઓને સુવિધાયુક્ત બનાવવા અનેકવિધ પગલાં ભર્યા છે. લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ કરીને જ્યાં માનવી ત્યાં સુવિધા પહોંચાડવા સરકારે કમર કસી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સરકારે નિર્ધારિત સમય પહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના શહેરો અને ગામોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ની સુવિધાઓ આપીને જનહિત લક્ષી સેવાઓને સીટીઝન સેન્ટ્રિક બનાવવા સરકાર દ્વારા સુદ્રઢ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોમાં  ઇ-બસોનું લોકાર્પણ ટકાઉ વિકાસના નિર્ધારને વેગવંતુ બનાવશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ આ પ્રસંગે નાગરિકો માટે તેમના પ્રશ્નોની રજૂઆત અંગે ના સરકારમાં દરવાજા હર હંમેશ ખુલ્લા હોવાનું જણાવી પ્રજાના પ્રશ્નો અને તેમની રજુઆતોના નિવારણ લાવવા માટે સરકારે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા હોવાનુ જણાવ્યું હતું.

રાજ્યના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે મોડેલ સ્ટેટ બનાવવા ની દિશામાં સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.લોકાર્પણ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોમાં ઈતિહાસિક વિક્ટોરિયા ગાર્ડનનું રીડેવલપમેન્ટ અને 100 કરોડ ના ખર્ચે વિકસાવેલી 60 નવી BRTS બસ અને ચાર્જિંગ સ્ટેશનને પણ નગરજનોની સેવામાં ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ વિકાસ કાર્યોમાં અમદાવાદ શહેરના નરોડા અને નિકોલ વિસ્તારમા નવા બે ફાયર સ્ટેશનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીના વરદ હસ્તે પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાય વિતરણ કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હેરિટેજ સિટી અમદાવાદથી અવગત કરાવતી ‘સ્માર્ટ હેરિટેજ મોબાઈલ’ એપનુ લોન્ચીંગ અને અમદાવાદ શહેર વિષે મહત્વની માહિતી આપતા કેટલોગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code