1. Home
  2. Tag "Cmo"

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો બન્યાં બેફામઃ ચિત્રકૂટ જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે ધાણીફુટ ગોળીબાર, 3 કેદીઓના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જેલની અંદર બે જૂઝ વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં બે ગુનેગારોના મોત થયાં હતા. મૃતકોમાં બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના એક નજીકની વ્યક્તિનો સમાવેશ થાય છે. જેલ પોલીસની જવાબી કાર્યવાહીમાં હત્યારા ગેંગસ્ટર પણ મૃત્યુ પામ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની […]

તેલંગાણામાં 10 દિવસનું લોકડાઉન જાહેર, માત્ર 4 કલાક જ મળશે છૂટ

હવે તેલંગાણામાં પણ લોકડાઉન થયું જાહેર 10 દિવસ માટે લગાવવામાં આવ્યું લોકડાઉન ફક્ત ચાર કલાક માટે જ આપવામાં આવશે છૂટ હૈદરાબાદઃ કોરોનાના વધતા કેસને પગલે હવે તેલંગાણામાં પણ આગામી 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આજે એટલે મંગળવારે તેલંગાણાના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો […]

કોરોનાની સારવાર માટે મેડિકલ સાધન સામગ્રી આયાત કરાશે તો IGST વેરો માફ

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોર્પોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સિજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન […]

ગુજરાત પાસે હવે વેક્સિનના 4.62 લાખ ડોઝ ઉપલબ્ધઃ બીજો જથ્થો આવે તેની રાહ જોવી પડશે

અમદાવાદઃ ગુજરાતભારમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન તા. 1લી મેથી આપવાની જાહેરાત કરી હતી. પણ વેક્સિનનો જથ્થો આવ્યો ન હોવાથી એક પખવાડિયા બાદ યુવાનોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. સરકાર દ્વારા હાલ વેક્સિન માટે રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે. બીજીબાજુ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાલ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય પાસે 29 એપ્રિલની […]

ગુજરાતમાં જન્મ અને મરણનો દાખલો હવે ઓનલાઈન મળશેઃ સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્રો માટે સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. જન્મ અને મરણનો દાખલો ઘરે બેઠા-બેઠા મોબાઈલમાં જ મળી જશે. તેમજ કોવિડને પગલે જન્મ અને મરણની નોંધણીમાં લેટ ફી પણ નહીં વસુલવાના નિર્ણય સરકારે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો PIL પર સુનાવણી હાથ ધરીને રાજ્ય સરકારે દર્શાવેલી વિગતો સામે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ગત સપ્તાહે હાઈકોર્ટના આદેશને પગલે આજે ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિ અને તેમાં પોતે લીધેલા પગલાં અંગે સોગંદનામું ફાઈલ કર્યું હતું. જેમાં કરાયેલા દાવાઓની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ […]

કોરોના દર્દી સાજા થવાનો રેટ માત્ર 56 દિવસમાં 22 ટકા ઘટીને 75.54 સુધી આવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધતા જાય છે, સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે. ચિંતાજનક બાબત એ છે કે, દર્દીઓને સાજા થવાનો રિકવરી રેટ પણ ઘટતો જાય છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. […]

સ્લમ્સ વિસ્તારના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોરોનાના સંક્રમણનો ભોગ ઓછા બન્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યુ છે. કોરોનાએ લોકોને ઘણુંબધુ શિખવ્યુ છે. કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને […]

ગુજરાતમાં 18 વર્ષ સુધીનાને કોરોનાની વેક્સિન મફત આપવી કે કેમ તે માટે સરકાર અવઢવમાં

અમદાવાદઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધું જાય છે, ત્યારે સરકારે 18 વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટેનું રજિસ્ટ્રેશનનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં 18થી 45 વર્ષના વયજુથમાં આવતા હોય તેવા નાગરિકોની સંખ્યા 3.10 કરોડથી વધુ થવા જાય છે. અત્યારે 45 વર્ષથી વધુના વયજુથમાં સરકારી હોસ્પિટલ અને સેન્ટરોમાં […]

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code