1. Home
  2. Tag "Cmo"

ગુજરાતમાં વર્ષ 2011-12માં માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટની સરખામણીએ દસ વર્ષમાં આંકડો બમણો થયો

અમદાવાદઃ સામાજિક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. વર્ષ 2011-12માં રાજ્યનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો, જે આજે વર્ષ 2021-22માં વધીને 2283 યુનિટ થયેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખામણીમાં લગભગ બમણો હોવા છતાં પણ અમારી સરકાર સતત વીજ પુરવઠો પૂરી પાડી રહી છે. રાજ્યની વીજ કંપનીઓ […]

ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરવાની છે. તદઅનુસાર, યુનિવર્સિટી ભવનો-કોલેજોમાં સસ્ટેઇનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે ઊર્જા કાર્યક્ષમતા અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે. એટલું જ નહિ, વેધર સ્ટેશનની સ્થાપના […]

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે […]

ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અન્વયે રૂ.79375 કરોડના 56 MoU

અમદાવાદઃ આત્મનિર્ભર ભારત’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-2022 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા […]

મહાન ભારતના નિર્માણને સિદ્ધ કરવાની અને તેને સફળ બનાવવાની જવાબદારી વિદ્યાર્થીઓ-યુવાનોની: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચોથા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દે અને વિદ્યાર્થીઓ જીવનના ધોરણે પોતાના વિકાસ દ્વારા દેશના વિકાસમાં મોટો ફાળો આપે તે સુનિશ્ચિત કરે. તેમણે […]

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ […]

રાજ્યમાં 25 જિલ્લામાં એટ્રોસિટી કોર્ટ શરૂ થશે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં નવી એનડીપીએસ કોર્ટ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ પીડિતોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે નવી કોર્ટ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં 25 જિલ્લામાં નવી એટ્રોસિટી કોર્ટ શરૂ કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ડીજીટલ ઇન્‍ડીયા બાદ હવે અદાલતોમાં પણ કમ્‍પ્‍યુટર અને ડીઝીટીલાઇઝન ઉપર […]

અમદાવાદમાં ત્રણ દિવસની 4થી ઈન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ યોજાશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્લેનેટરી સાયન્સ એસોસિએશન (IPSA) 4થી ઇન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ (IPSC-2023)નું ભૌતિક સંશોધન પ્રયોગશાળા, અમદાવાદ ખાતે આયોજન કરી રહ્યું છે. 22-24 માર્ચ 2023 દરમિયાન ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં ગ્રહ વિજ્ઞાન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે IPSAની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO), DOS દ્વારા ભવિષ્યમાં ચંદ્ર, […]

જલ જીવન મિશનઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 91.18 લાખ પરિવારનોને પાણીના નળ કનેક્શન અપાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે પાણીના નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં આ યોજના હેઠળ 90 ટકાથી વધારે ઘરોએ પાણીના નળ કનેક્શન પહોંચ્યાં છે. સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં 100 ટકા એટલે કે 91.18 લાખ ગ્રામણી પરિવારનોને પાણીના નળના જોડાણ આપવામાં […]

ગુજરાત હાઈકોર્ટઃ નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા. આ  શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ  કમલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code