સંપૂર્ણ સ્ટીલ ઉદ્યોગમાં આરઆઈએનએલનું સ્થાન વિશેષ છેઃ અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ આરઆઈએનએલ માટે કુલ રૂ. 11,440 કરોડનાં પુનર્ગઠનની યોજનાને મંજૂરી આપી છે. આરઆઈએનએલ એક શિડ્યુલ – ભારત સરકારની 100 ટકા માલિકી સાથે સ્ટીલ મંત્રાલયનાં વહીવટી નિયંત્રણ હેઠળનું સીપીએસઈ છે. આરઆઈએનએલ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (વીએસપી)નું સંચાલન કરે છે, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં સરકારી ક્ષેત્ર હેઠળનો એકમાત્ર […]