જિલ્લાના વિકાસ કામોમાં આયોજન-પ્લાનિંગ પૂર્વે પદાધિકારીઓનું યોગ્ય સંકલન જરૂરી, મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્તરે જિલ્લાના વિકાસ કામોનું આયોજન-પ્લાનીંગ કરતાં પૂર્વે વિકાસ કામોની યાદી, અગ્રતા વગેરેમાં પદાધિકારીઓને સહભાગી બનાવવા યોગ્ય સંકલન થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયતોના પ્રમુખો, ઉપપ્રમુખો […]