કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ, બ્લડ ટેસ્ટના દર પણ બમણા થયાં
બેંગ્લોરઃ કર્ણાટક સરકારે રાજ્યની હોસ્પિટલોની ફીમાં મોટો વધારો કર્યો છે. કર્ણાટકમાં, તબીબી શિક્ષણ વિભાગ હેઠળની હોસ્પિટલોમાં સારવાર અને નિદાન પરીક્ષણો 20 ટકા મોંઘા થયા છે. ઘણી સેવાઓની ફી પણ બમણી થઈ ગઈ છે. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BMCRI) અને કર્ણાટકમાં વિવિધ સ્વાયત્ત તબીબી શિક્ષણ સંસ્થાઓ હેઠળની હોસ્પિટલોમાં વધેલી ફી અમલમાં આવી છે. BMCRI […]


