ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તો પણ અમે તૈયાર છીએઃ જગદિશ ઠાકોર
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે આજે કાર્યભાર સંભાળ્યો હતો. અમદાવાદ સ્થિત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જગદીશ ઠાકોર પ્રદેશના સિનિયર આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા હતા. આ નિમિતે કોંગ્રેસના કાર્યકરોએ કેક કાપી ઊજવણી કરી હતી. નવ નિયુક્ત પ્રમુખે ડૉ.ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો […]