1. Home
  2. Tag "COngress"

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રાજકીય ઈતિહાસમાં ત્રીજા પક્ષને રાજ્યમાં કોઈ સ્થાન નથી !

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તમામ 182 બેઠક ઉપર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉપરાંત ઔવેસિ અને એનસીપી પણ કેટલીક બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખશે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જો કે, ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ત્રીજા […]

સરકારી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે, ત્યારે અનામતનો ફાયદો યુવાનોને કેવી રીતે મળશેઃ કોંગ્રેસ

અમદાવાદ :  સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે 10 ટકા અનામત આર્થિક રીતે જે નબળા વર્ગના લોકોને આપવા માટેનો જે ચુકાદો આપવામાં આવ્યો છે. તેનું કોંગ્રેસ સ્વાગત કરે છે, પરંતુ  પ્રશ્ન એ છે. કે, સરકાર સેવાઓનું ખાનગીકરણ કરી રહી છે ત્યારે આ આરક્ષણનો યુવાનોને કઈ રીતે ફાયદો થશે તે એક સવાલ છે, તેમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ વધારે મજબુત બની

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી થઈ હતી. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાંથી પસાર થઈને આ યાત્રા હવે ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. હવે ઉત્તરભારતમાં આ યાત્રાને કેવો સહયોગ મળે તેની ઉપર રાજકીયનેતાઓની નજર […]

ચૂંટણી પ્રચાર કરવામાં ફસાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી -નેતા વિરુદ્ધ એમઆરટી મ્યુઝિકે કોપીરાઈટનો કેસ કર્યો

રાહુલ ગાંઘી સામે નોંધાયો કેસ ફિલ્મ કેજીએફ સાથે છે કેસનો સંબંધ કોપીરાઈટ મામલે કેસ દાખલ દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અવાર નવાર ચર્ચાનો વિષેય બને છે ત્યારે ફરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ચર્ચામાં આવ્યા છે, તેમના પર કોપી રાઈટનો કેસ દાખલ કરાયો છે જેનો સંબંધ સાઉથની જાણીતી ફિલ્મ કેજીએફ 2 સાથે છે. રાહુલ ગાંઘી સામે કોપી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસની પ્રથમ યાદીમાં યુવા ચહેરાઓની પસંદગી ઉપર કળશ ઢોળાયો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મોડી રાતે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક ઉપર કોંગ્રેસે સિનિયર મહિલા નેતા અમીબેન યાજ્ઞિકને મદાનમાં ઉતાર્યાં છે. ભાજપ આ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જ ચૂંટણી મેદાનમાં ઉતારે […]

ગુજરાત વિધાનસભા 2022: કોંગ્રેસના ચાર સિનિયર નેતા નહીં લડે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે, દરમિયાન કોંગ્રેસમાંથી ચાર સિનિયર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની ઈચ્છા હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી હતી. જો કે, આ ચારેય નેતાઓ કોંગ્રેસના પ્રચાર-પ્રસારની જવાબદારી નિભાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે પ્રચાર-પ્રસારની જવાબદારી સિનિયર નેતા અને રાજસ્થાનના […]

ગુજરાત ચૂંટણીઃ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાની પસંદગીનું કારણ રાજકીયપક્ષોએ જાહેર કરવુ પડશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણીપંચ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરના રોજ હિમાચલપ્રદેશ સાથે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો ગુનાહિત ઈતિહાસ ઘરાવતા નેતાની ઉમેદવાર તરીકે જાહેર કરશે તો જે તે રાજકીય પક્ષે કેમ તેમની પસંદગી કરી તે જાહેર કરવાનું રહેશે. […]

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન, 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલતી હતી. દરમિયાન ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તા. 1 ડિસેમ્બરમાં પ્રથમ તબક્કા અને 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચના કમિશનર રાજીવ કુમારે ગુજરાત […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે ઘડી ખાસ રણનીતિ, ગાંધી પરિવાર હાલ પ્રચારથી દૂર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શકયતા છે. દરમિયાન કોંગ્રેસ પ્રચારમાં નવી રણનીતિ અપનાવી છે, જેના પરિણામ સ્વરૂપે હજુ સુધી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી […]

ગુજરાત વિધાનસભાનીચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો 31મીથી પ્રારંભ થશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હવે એકાદ અઠવાડિયામાં થઈ જશે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. અને હાલ ઉમેદવારોની પસંદગી માટેની મથામણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ જાહેર પણ કરી દીધા છે. ભાજપના પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય નેતાઓએ સંભાળી લીધું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code